ધર્મ દર્શન

મહારાજા અગ્રસેન જયંતી મહોત્સવની ઉજવણી કરાઈ

મહારાજા અગ્રસેન જયંતી મહોત્સવની ઉજવણી કરાઈ
સુરત : મહારાજા અગ્રસેન ઇન્ટરનેશનલ સ્કૂલમાં મહારાજા અગ્રસેન જયંતી મહોત્સવ શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત મહારાજા અગ્રસેનજીની પૂજા-અર્ચનાથી થઈ હતી. આયોજન દરમિયાન વિદ્યાર્થીઓ માટે તેમના જીવન પર આધારિત સામાન્ય જ્ઞાન ક્વિઝ યોજવામાં આવી હતી અને વિજેતાઓને પુરસ્કાર એનાયત કરાયા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ આકર્ષક નૃત્ય તેમજ નાટિકા રજૂ કરી હતી.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને મહારાજા અગ્રસેનજીના આદર્શો, સમાનતા, સેવા અને સામાજિક એકતાના મૂલ્યોથી પ્રેરિત કરવાનો હતો.
આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ સુભાષ અગ્રવાલ, ઉપપ્રમુખ ગિરીશ મિત્તલ, મંત્રી રતનલાલ દારૂકા, ખજાનચી નરેશ ગુપ્તા, રામનિવાસ ગુપ્તા, ઉમેશ ગુપ્તા સહિત અનેક સભ્યો તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button