ક્રાઇમ
કાપોદ્રામાં 2 વાહનચોર ઝડપાયા
કાપોદ્રામાં 2 વાહનચોર ઝડપાયા
સુરતના કાપોદ્રા પોલીસે ઈએફઆઇઆર અંતર્ગત દાખલ થયેલ વાહન ચોરીનો ભેદ ઉકેલી કાઢી ચોરીની બાઇક સાથે બે ઈસમો ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કાપોદ્રા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ઈએફઆઇઆર અંતર્ગત કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એક વાહન ચોરીની ફરિયાદ નોંધાઈ હતી જે અનુસંધાને કાપોદ્રા પોલીસની ટીમ તપાસ કરી રહી હતી તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી નીતિન ધીરુભાઈ ચાવડા અને જયેશભાઈ કમલેશભાઈ સોલંકી ચોરીની બાઇક સાથે કાપોદ્રા ચાર રસ્તા પાસે ઉભા છે જેથી પોલીસને બાતમી વાળી જગ્યાએ પહોંચી આરોપીઓની ધરપકડ કરી એક બાઇક કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.