વેસુની આ રેસિડેન્સી કોમ્પ્લેશમાં COP ની જગ્યમાં જૈન મંદિર ના બાંધકામ ને લઈ વિવાદ
વેસુના વધુ એક કોમ્પ્લેશમાં COP ની જગ્યમાં જૈન મંદિર ના બાંધકામ ને લઈ વિવાદ
સુમેરો રેસિડેન્સી કેમ્પસના 120 ફ્લેટમાં 40 ફ્લેટ જૈન સમાજના અગ્રણીઓના બાકી તમામ ધર્મના
લાંબા સમયથી ચાલતા વિવાદ ને લઈ SMC એ બે વાર નોટિસ આપી, ત્રીજીવાર ગેરકાયદે મંદિરના બાંધકામ ને તોડવા આવતા સોસાયટીવાસીઓ એ અમે જાતે ઉતારી દઈશું ની 8 ઓગસ્ટ 2022 માં બાંહેધરી આપી હતી
ત્યારબાદ ફરી બાંધકામ શરૂ થતાં સોસાયટીવાસીઓએ ગાંધીનગર રેરા માં ફરિયાદ કરી હતી રેરા એ હુકમ કર્યો ગેરકાયદે મંદિર ડીમોલેશન ની જવાબદારી પાલિકા ની છે સોસાયટીવાસીઓ એ આજદિન સુધીમાં પાલિકા ને 50 અરજીઓ કરી કોઈ નિરાકરણ આવ્યું નહિ પાલિકાના કર્મચારીઓ જવાબદારી નિભાવતા ન હોવાથી વકીલ મારફતે નોટિસ પણ આપી આજે જૈન મંદિરમાં ફ્લોરિંગ કામ શરૂ થતાં સોસાયટીના બન્ને ગ્રુપ સામ સામે આવી ગયા
આખરે વેસુ પોલીસે મધ્યસ્થી કરવી પડી હાલ મામલો પોલીસ સ્ટેશનમાં સોસાયટીવાસીઓ એ કહ્યું જૈન સમાજના અગ્રણીઓ એ ગેરકાયદે મંદિર પાસ કરાવવા ફાઇલ ઈંપેક્ટ માં મૂકી છે એટલું જ નહીં પણ ઈંપેક્ટ માં મુકેલી ફાઇલ માં અને દસ્તાવેજમાં બિલ્ડર ની સહી અલગ દેખાય રહી છે RTI થી તમામ પેપર લીધા છે સોસાયટીવાસીઓ એ ઇપકેટ માં મુકેલી ફાઇલ ને નામંજુર કરવા વાંધા અરજી પણ કરી છે