સાધલી મુકામે વિકલાંગ માનવસેવા ટ્રસ્ટ દ્વારા સર્વ જ્ઞાતિય દશમા લગ્નોત્સવ માં આઠ નવદંપતિ એ પ્રભુતાના પગલા પાડ્યા

સાધલી મુકામે વિકલાંગ માનવસેવા ટ્રસ્ટ દ્વારા સર્વ જ્ઞાતિય દશમા લગ્નોત્સવ માં આઠ નવદંપતિ એ પ્રભુતાના પગલા પાડ્યા
વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ સાધલી દ્વારા આજરોજ તારીખ 21 એપ્રિલ 2026, મંગળવારના રોજ 10 મો સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ સંપૂર્ણ સાદગી સાથે વિધિપૂર્વક સંપન્ન કર્યો, આ લગ્નોત્સવ માં આઠ નવદંપતીએ પ્રભુતાના પગલા પાડ્યા, જેમાં તિલકવાડ, કરજણ ,ઝગડીયા ,સુરત ,વાઘોડિયા, ડભોઇ અને નાંદોદ તાલુકાના વર કન્યાએ ભાગ લીધો. ગાયત્રી પરિવારના ભુપેન્દ્ર પટેલની રાહબરી હેઠળ ગાયત્રી પરિવાર દ્વારા સંપૂર્ણ ધાર્મિક વિધિ સાથે તમામ નવદંપતીના લગ્ન સંપન્ન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવો એ આશીર્વાદ આપ્યા હતા. પ.પૂ.મહંત શ્રી દાસમુક્ત મણીનામ સાહેબ, અવાખલ, બ્રહ્માકુમારી બહેનો સાધલી કેન્દ્ર, જીતુભાઈ પટેલ મોટા ફોફળિયા સાધલી ઇન્ચાર્જ સરપંચ સંકેત પટેલ ,ઉતરાજ સરપંચ હરિકૃષ્ણ ઉર્ફે જીગાભાઈ પટેલ, મુકેશભાઈ બિરલા ,માજી સરપંચ જયેશ પટેલ ઇશ્વરભાઇ અંકલેશ્વર ,નિલેશ પટેલ દશરથ ,પ્રકાશભાઈ વાઘેલા ,મોનાબેન શાહ ,અમનદીપ કૌર સખી સહેલી, ખાસ હાજર રહ્યા હતા. તમામ મહેમાનોનું પુસ્તક હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સવારના 8 :00 કલાકે કળશ પૂજન ,9:00 કલાકે ગણેશ પૂજા, 10:00 કલાકે આશીર્વચન ,અને 11:30 કલાકે લગ્ન વિધિ શરૂ કરવામાં આવી હતી, 12:30 કલાકે ભોજન સમારંભ અને 2:30 કલાકે કન્યા વિદાય આપવામાં આવી હતી, સંસ્થા તથા દાતાઓ દ્વારા દરેકને કન્યાદાન આપવામાં આવ્યું હતું ,સમગ્ર આયોજન સમયસર પૂરું પાડવામાં આવેલ હતું. મુખ્ય કર્તા કનુભાઈ વણકર દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.



