પ્રથમ વખત મતદાન કરવાનું હોઈ, સવારથી જ પરિવાર સાથે મતદાન મથક પર પહોંચી ગઈ હતી: ૨૧ વર્ષીય જ્યોતિ નાયકા

પ્રથમ વખત મતદાન કરવાનું હોઈ, સવારથી જ પરિવાર સાથે મતદાન મથક પર પહોંચી ગઈ હતી: ૨૧ વર્ષીય જ્યોતિ નાયકા
સુરત જિલ્લાની ૯ વિધાનસભાઓમાં સવારથી જ મતદાન માટે મતદારોની લાંબી કતાર જોવા મળી હતી. જેમાં ફર્સ્ટ ટાઈમ વૉટરોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નવાગામ-ડીંડોલીની નગર પ્રાથમિક ગુજરાતી/મરાઠી શાળામાં મતદાન માટે આવેલા ૨૧ વર્ષીય જ્યોતિ નાયકાએ પ્રથમ વખત મતદાન કર્યું હતું. રોજગારી અર્થે કારખાનામાં કામ કરી પરિવારને આર્થિક ટેકો આપતા જ્યોતિ બેને કહ્યું કે, મતદાનના દિવસે ખાસ રજા હોવાથી હું સવારથી જ પરિવાર સાથે મતદાન બુથ પર પહોંચી ગઈ હતી.
પ્રથમ વખત મતદાન કરી અત્યંત ખુશ જ્યોતિએ મતદારો માટેની સુંદર વ્યવસ્થા બદલ જિલ્લા ચૂંટણી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે તમામ નવયુવાઓ અને ફર્સ્ટ ટાઈમ વૉટરોને લોકશાહીના પર્વમાં ભાગીદારી નોંધાવવાનો ભારપૂર્વક આગ્રહ કર્યો હતો.