રાજનીતિ

૭૭ વર્ષની ઉંમરે મતદાન કરવા પગપાળા આવેલા વયોવૃદ્ધ હસમુખલાલ નવસારીવાળા લોકશાહીના મહાપર્વમાં ભાગીદાર બન્યા

૭૭ વર્ષની ઉંમરે મતદાન કરવા પગપાળા આવેલા વયોવૃદ્ધ હસમુખલાલ નવસારીવાળા લોકશાહીના મહાપર્વમાં ભાગીદાર બન્યા

લોકશાહી રાષ્ટ્રમાં મતદાન કરવું એ જાગૃત્ત નાગરિક તરીકે આપણી ફરજ છે: હસમુખલાલ નવસારીવાળા

સુરતઃમંગળવારઃ સુરતના ખટોદરા સ્થિત નગર પ્રાથમિક શાળાના બુથ પર મતદાન માટે પગપાળા આવેલા ૭૭ વર્ષના વયોવૃદ્ધ હસમુખલાલ છગનલાલ નવસારીવાળા મતદાન કરી અન્ય મતદારો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા હતા. દેશના આઝાદીના વર્ષ ૧૯૪૭માં તેમનો જન્મ થયો હતો. તેમનામાં નાનપણથી જ દેશપ્રેમની ભાવનાના બીજ રોપાયા હતા. તેઓ સુરતના ખટોદરાના શાસ્ત્રીનગરમાં પરિવાર સાથે રહી નિવૃત્ત જીવન વિતાવી રહ્યાં છે. તેઓ અગાઉ દરજી કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતા હતા.

તેમણે જણાવ્યું કે, આજ સુધીની મહતમ વિધાનસભા-લોકસભા-પંચાયત સહિતની ચૂંટણીઓમાં અવશ્ય મતદાન કર્યું છે. લોકશાહીમાં મતદાન કરવું એ જાગૃત્ત નાગરિક તરીકે આપણી ફરજ છે. મતદાનનું મહત્વ હું સમજુ છું, આપણા એક એક મત રાષ્ટ્રનિર્માણ માં ઉપયોગી બને છે, એટલે જ શક્ય તેટલા લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કરું છું. કોઈ પણ કામ અર્થે શક્યત: પગપાળા ચાલીને જવાનું પસંદ કરું છું, જેનાથી સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button