કારકિર્દી

આઈ ઈ આઈ સુરત દ્વારા એ. આઈ. આધારિત એન્જિનિયરીંગ સિમ્યુલેશન પર વેબિનાર.

આઈ ઈ આઈ સુરત દ્વારા એ. આઈ. આધારિત એન્જિનિયરીંગ સિમ્યુલેશન પર વેબિનાર
ધ ઇન્સ્ટિટ્યૂશન ઓફ એન્જીનિયર્સ, ઇન્ડિયા, ના સાઉથ ગુજરાત લોકલ સેન્ટર દ્વારા ઓપન સોર્સ એન્જિનિયરીંગ વેબિનાર શ્રેણી અંતર્ગત ત્રીજા સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. “ફિઝિક્સ ઇન્ફોર્મ્ડ ન્યુરલ નેટવર્ક ટૂલ” વિષય પર કાર્યક્રમ નેશનલ લેવલ પર આઈ ઈ આઈ ના મિકેનિકલ એન્જિનિયરીંગ ડિવિઝન ચેરમેન, ડૉ. નીલજકુમાર એન. દેશમુખ ના નેતૃત્વ માં યોજાશે.
આ વેબિનારમાં શ્રી યાન બારોઝ (બ્રાઝિલ) દ્વારા ટેક્નિકલ રજૂઆત કરવામાં આવશે. કાર્યક્રમનું સંચાલન શ્રી હિમાંશુ ભટ્ટ. સેક્રેટરી, આઈ ઈ આઈ સુરત દ્વારા કરવામાં આવશે.
ડૉ. કેતન પંચાલ, ચેરમેન, આઈ ઈ આઈ સુરત ના માર્ગદર્શન હેઠળ આ વેબિનાર શ્રેણીનો હેતુ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ઓપન સોર્સ ટૂલ્સ વિશે જાગૃતિ અને પ્રેકિટકલ સ્કિલ ડેવલોપ કરવાનો છે, જેમાં વિવિધ ક્ષેત્રોના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોને આમંત્રિત કરી એન્જિનિયરીંગ સમુદાયના હિત માટે તેમનું જ્ઞાન વહેંચવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button