ધર્મ દર્શન

૧૫૦૦થી વધુ ભૂદેવોની ઉપસ્થિતિમાં પરશુરામ જન્મોત્સવની શાનદાર ઉજવણી

૧૫૦૦થી વધુ ભૂદેવોની ઉપસ્થિતિમાં પરશુરામ જન્મોત્સવની શાનદાર ઉજવણી


સુરતમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ , બ્રહ્મસમાજ દક્ષિણ ગુજરાત ,શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા દ્વારા પરશુરામ જન્મોત્સવ શાનદાર ઉજવણી : અડાજણમાં ભવ્ય રેલી અને વિષ્ણુયાગ હવન યોજાયો**
સુરતમાં અખાત્રીજના પાવન પર્વ નિમિત્તે ભગવાન પરશુરામ જન્મોત્સવ અત્યંત ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત, બ્રહ્મસમાજ દક્ષિણ ગુજરાત ,શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સમગ્ર શહેરના ભૂદેવો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
ઉજવણીના ભાગરૂપે અડાજણ સ્થિત ગુજરાત ગેસ સર્કલથી પરશુરામ ગાર્ડન સુધી એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો બાઈક સવાર થઈને જોડાયા હતા. રેલીમાં ભગવાન પરશુરામના જીવન અને સંદેશને ઉજાગર કરતી વિવિધ કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. જય પરશુરામના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
રેલીના સમાપન બાદ પરશુરામ ગાર્ડન ખાતે *ભવ્ય વિષ્ણુયાગ હવન*નું સુંદર આયોજન કરાયું હતું. આ યજ્ઞ માટે ખાસ સિદ્ધપુરથી વિદ્વાન બ્રહ્મ આચાર્યોને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી ચાલેલા આ મહાયજ્ઞમાં આહુતિ આપી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
ધાર્મિક કાર્યક્રમની સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતા સંસ્થા દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફ્રી સુગર અને કોલેસ્ટ્રોલ ચેકઅપ કેમ્પ દ્વારા જનતાની સુખાકારી માટે સેવા અપાઈ હતી.
રાત્રે 9 વાગ્યાથી ભવ્ય ભજન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભક્તો ભક્તિના રંગે રંગાયા હતા. આ સમગ્ર મહોત્સવમાં શહેરભરમાંથી 1500થી વધુ શ્રદ્ધાળુઓ* જોડાયા હતા, જેનાથી બ્રહ્મ સમાજની એકતા અને ભક્તિના દર્શન થયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button