ધરમપુર નગરીનું ગૌરવ: ક્રિષા ચાવડાએ 97.20% સાથે વલ્લભ આશ્રમમાં પ્રથમ સ્થાન મેળવ્યું

ધરમપુર નગરીનું ગૌરવ: ક્રિષા ચાવડાએ 97.20% સાથે વલ્લભ આશ્રમમાં પ્રથમ સ્થાન મેળવ્યું
ધરમપુર: ફેબ્રુઆરી 2026માં સીબીએસઈ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ-10ની પરીક્ષામાં પારડી સ્થિત શ્રી વલ્લભ આશ્રમ સ્કૂલની વિદ્યાર્થીની કુમારી ક્રિષા વિસ્મયસિંહ ચાવડાએ 97.20 ટકા ગુણ મેળવી શાળામાં પ્રથમ સ્થાન હાંસલ કરી અનોખી સિદ્ધિ મેળવી છે.
કુમારી ક્રિષા, ધરમપુરના જાણીતા ફિઝિયોથેરાપિસ્ટ શ્રી વિસ્મયસિંહ ચાવડા તથા સિદુંબર પી.એચ.સી. ખાતે આયુષ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉ. રોનકબેનની દીકરી છે. ઉપરાંત, તેઓ ધરમપુરની એસ.એમ.એસ.એમ. હાઈસ્કૂલના ભૂતપૂર્વ આચાર્ય શ્રી જે.ડી. રાઠોડની દોહિત્રી છે.
ક્રિષાએ પોતાના મહેનત, લગન અને સતત પ્રયત્નોથી આ સફળતા મેળવી છે, જેના કારણે પરિવાર સાથે સમગ્ર ધરમપુર શહેર અને રાજપૂત સમાજમાં ગૌરવની લાગણી વ્યાપી છે.
આ પ્રસંગે ધરમપુરના નગરજનો તથા વિવિધ સંસ્થાઓ દ્વારા કુમારી ક્રિષાને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે.



