વ્યાપાર

અદાણી સમૂહની કંપનીઓએ કોઈ એક ભારતીય કોર્પોરેટ કરતા આજ સુધીનો સૌથી વધુ કેપેક્સ નોંધાવ્યો

અદાણી સમૂહની કંપનીઓએ કોઈ એક ભારતીય કોર્પોરેટ કરતા આજ સુધીનો સૌથી વધુ કેપેક્સ નોંધાવ્યો
નાણા વર્ષ-૨૬માં રુ.૧,૫૨,૯૬૭ કરોડ (૧૬.૧ અબજ ડોલર) નો વિક્રમી મૂડીખર્ચ:રુ. ૭,૮૫,૦૯૮ કરોડ (૮૨.૮ અબજ ડોલર)ની સંપત્તિનો મબલખ આધાર: સર્વકાલીન ઉચ્ચ એબિડટા રુ.૯૪,૮૩૪ કરોડ (૧૦ અબજ ડોલર)
અમદાવાદ : ભારતના અગ્રણી માળખાકીય અને ઉપયોગીતા જૂથ અદાણી પોર્ટફોલિઓએ ​​તેના નાણાકીય વર્ષ-૨૬માં નોંધાવેલા નાણાકીય પ્રદર્શન સંબંધી તેના ક્રેડિટ અને પરિણામોનો સારાંશ આજે બહાર પાડ્યો છે. જે તેની ક્રેડિટ તાકાત અને લાંબા ગાળાની સ્થિતિસ્થાપક કામગીરી અને આંતરદૃષ્ટિની ઝાંખી કરાવે છે.
અદાણી પોર્ટફોલિયો કંપનીઓએ તેના આગામી તબક્કાના મૂડીખર્ચના ચક્રનો આયોજનબધ્ધ આરંભ કરવાના કારણે અદાણીની કંપનીઓ માટે ૨૫-૨૬નું વર્ષ તેના કામકાજનો એક મહત્વપૂર્ણ વળાંકે પહોંચ્યું છે. વર્ષ દરમિયાન મૂડીની તૈનાતીનો સ્કેલ કંપનીએ પ્રથમ ૨૫ વર્ષોમાં નિર્માણ કરેલ અસ્ક્યામતના મજબૂત આધાર સાથે તુલના કરવા ઉપરાંત ભારતમાં માળખાકીય વિકાસની તક અને લાંબા ગાળાના તેના વિકાસ માર્ગમાં અદાણી સમૂહના વિશ્વાસનો પણ પડઘો પાડે છે.
નાણા વર્ષ-૨૬ દરમિયાન અને ત્યારબાદથી ઊર્જા અને ઉપયોગિતા વર્ટિકલમાં ૫.૧ ગીગાવોટ નવીનીકરણીય ઉર્જા ક્ષમતા અને પ્રતિ કલાક ૧.૩૮ ગીગાવોટ બેટરી ઉર્જા સંગ્રહની પ્રણાલીઓ ( જે વધીને હવે ૩.૩૭ ગીગાવોટ થઈ છે), નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ, ગુવાહાટી ટર્મિનલ અને એપ્રિલ ૨૬માં ગંગા એક્સપ્રેસવે, ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ વર્ટિકલ અને પ્રાથમિક ઉદ્યોગ વર્ટિકલમાં કોપર સ્મેલ્ટર જેવી ઘણી વ્યૂહાત્મક સંપત્તિઓ કાર્યરત થઈ છે. જે આગામી વર્ષોમાં વૃદ્ધિ સાથે વળતર અને રોકડ પ્રવાહમાં અર્થપૂર્ણ યોગદાન આપશે તેવી દ્રઢ અપેક્ષા છે.
આ સારાંશની વિગતો મુજબ નાણા વર્ષના છેલ્લી ત્રિમાસીમાં અદાણી પોર્ટફોલિયોની નાણાકીય કામગીરી અન્વયે ઉપયોગીતાના એબિડટાના સેક્ટરમાં નાણા વર્ષ-૨૫ના સમગ્ર વર્ષમાં રુ.૪૩,૩૭૫ કરોડના એબિડટા સામે ચાલુ નાણા વર્ષના અંતે ૪.૬% વધી રુ.૪૫,૩૭૭ કરોડ હાંસલ કર્યો છે. જ્યારે નાણા વર્ષ-૨૫ના આખરી ત્રિમાસીમાંરુ.૧૦,૪૩૯ કરોડના એબિડટા સામે નાણા વર્ષ-૨૬ના સમાન ત્રિમાસીમાં એબિડટા ૧૭.૬% વધીને રુ.૧૨,૨૭૨ કરોડ પહોંચ્યો છે. પરિવહન સેકટરમાં નાણા વર્ષ-૨૫ના સમગ્ર વર્ષમાં રુ.૨૦,૪૭૧ કરોડના એબિડટા સામે ચાલુ નાણા વર્ષના અંતે ૨૩.૨% વધી રુ.૨૫,૨૨૮ કરોડ હાંસલ કર્યો છે. નાણા વર્ષ-૨૫ના આખરી ત્રિમાસીમાં રુ.૫,૪૫૬ કરોડના એબિડટા સામે નાણા વર્ષ-૨૬ના સમાન ત્રિમાસીમાં એબિડટા ૨૮.% વધીને રુ.૬,૯૮૧ કરોડ પહોંચ્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝ લિ.હસ્તકના માળખાકીય વ્યવસાયોના સેકટરનો એબિડટા નાણા વર્ષ-૨૫ના સમગ્ર વર્ષમાં રુ.૧૦,૦૮૫ કરોડના એબિડટા સામે નાણા વર્ષ-૨૬ના અંતે ૧૩.૮% વધી રુ.૧૧,૪૭૮ કરોડ પ્રાપ્ત કર્યો છે. નાણા વર્ષ-૨૫ના આખરી ત્રિમાસીમાં રુ.૨,૩૫૯ કરોડના એબિડટા સામે નાણા વર્ષ-૨૬ના સમાન ત્રિમાસીમાં એબિડટા ૩૪.૧% વધીને રુ.૩,૧૬૩ કરોડ પહોંચ્યો છે. માળખાકીય વિકાસ સંલગ્ન સિમેન્ટના વ્યવસાયનો વર્ષ-૨૫ના સમગ્ર વર્ષમાં રુ.૮,૬૪૪ કરોડના એબિડટા સામે નાણા વર્ષ-૨૬ના અંતે ૧૨.૨% વધી રુ.૭,૫૮૬ કરોડ પ્રાપ્ત કર્યો છે. નાણા વર્ષ-૨૫ના આખરી ત્રિમાસીમાં રુ.૨,૪૪૭ કરોડના એબિડટા સામે નાણા વર્ષ-૨૬ના સમાન ત્રિમાસીમાં એબિડટા ૨૪.૫%ના તફાવત સાથે રુ.૧,૮૪૭ કરોડ પહોંચ્યો છે. એકંદરે પોર્ટફોલિઓનો કુલ એબિડટા નાણા વર્ષ-૨૫ના સમગ્ર વર્ષમાં રુ.૮૯,૮૦૬ કરોડના એબિડટા સામે નાણા વર્ષ-૨૬ના અંતે ૫.૬% વધી રુ.૯૪,૮૩૪ કરોડ પ્રાપ્ત કર્યો છે. જ્યારે નાણા વર્ષ-૨૫ના સમગ્ર વર્ષમાં રુ.૨૨,૭૩૭ કરોડની સામે નાણા વર્ષ-૨૬ના આખરી ત્રિમાસીમાં એબિડટા ૪૦.૩% વધી રુ.૨૫,૪૭૮ કરોડ પ્રાપ્ત થયો છે.
સમગ્ર નાણા વર્ષ-૨૬ દરમિયાન નાણાકીય દ્રષ્ટીએ કોઇપણ કોર્પોરેટ કરતા સૌથી વધુ વિક્રમ જનક કુલ કેપિટલ એક્ષ્પેન્ડીચર રુ. ૧,૫૨,૯૬૭ કરોડ અને મિલ્કતોના કુલ આધાર વધીને રુ.૭,૮૫,૦૯૮ કરોડ થયો છે. અહેવાલના સમય ગાળામાં એબિડટા રુ. ૯૪,૮૩૪ કરોડના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો, જે વાર્ષિક ધોરણે 5.6% વધુ છે. ‘કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ પ્લેટફોર્મેનો ફાળો ૮૭% છે, તેના પરિણામે સ્થિરતા અને દૃશ્યતાનું ઉચ્ચ સ્તર હાંસલ થયું છે. તાજેતરના મહિનાઓમાં નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક, ૫.૧ ગીગાવોટની નવીનીકરણીય ક્ષમતા અને પ્રતિ કલાક ૩.૩૭ ગીગાવોટની બેટરી ઉર્જા સંગ્રહ ક્ષમતા અને ગંગા એક્સપ્રેસવે સહિતની ઘણી મુખ્ય સંપત્તિઓ કાર્યરત થઈ છે. અને આ સંપત્તિઓમાંથી ફાળો ફક્ત આ વર્ષથી જ સંપૂર્ણપણે પ્રતિબિંબિત થશે. પોર્ટફોલિઓના ક્રેડિટ-રેટિંગ્સ રન-રેટ એબિડટાના ૧00% હવે સ્થાનિક રેટિંગ ‘A-‘ અને તેનાથી ઉપરની સંપત્તિઓમાંથી ઉત્પન્ન થાય છે. રેટિંગમાં સતત સુધારો થવાાના કારણે ઋણના ખર્ચમાં સતત ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ ૨૬ માટે દેવાનો ખર્ચ ૭.૮% હતો જે નાણાકીય વર્ષ ૨૪ માં ૯% અને નાણાકીય વર્ષ ૧૯ માં ૧૦.૩% હતો.
ઉચ્ચ પ્રવાહિતા: ઓછામાં ઓછા આગામી ૧૭ મહિના માટે કરજની જરૂરિયાતોને ધ્યાને લઇ પોર્ટફોલિયો કંપનીઓમાં પૂરતી પ્રવાહિતા જાળવવામાં આવી છે. ૩૧ માર્ચ ૨૦૨૬ ના રોજ અદાણી પોર્ટફોલિયોનું રોકડ બેલેન્સ રુ.૫૫,૮૫૨ કરોડ હતું, જે કુલ દેવાના ૧૫%નું પ્રતિનિધિત્વ કરે છે.
સમગ્ર પોર્ટફોલિયો કંપનીઓમાં પોર્ટફોલિયો-સ્તરે ચોખ્ખું દેવું એબિડટા પર ૩.૩x – ૩.૫x ની નીચે ચાલી રહે છે અને ઇક્વિટી ભંડોળનો પ્રાથમિક સ્ત્રોત મિલ્કત આધારના ૬૦% રહે છે.
અદાણી પોર્ટફોલિઓ કંપનીઓમાંની અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ.એ ઇક્વીટીનો આધાર મજબૂત કરવા વર્ષ દરમિયાન રાઇટ ઇસ્યુ મારફતે રુ.૨૪,૯૩૦ કરોડ ઉભા કર્યા હતા. કંપની સંચાલિત ૮ એરપોર્ટસ ઉપર ૯૮ લાખ પ્રવાસીઓનું સંચાલન કર્યું હતું. ’અનિલ’મોડ્યુલનું વાર્ષિક ધોરણે વેચાણ ૧૫ ટકા વધીને ૪,૯૦૪ મેગાવોટ પહોંચ્યું છે. અહેવાલના ગાળાના અંતે રસ્તાઓનું બાંધકામ ૧,૪૫૨ લેન કિલોમીટર સુધી પહોંચ્યું છે.ગંગા એક્સપ્રેસવે એપ્રિલ ૨૦૨૬ માં કાર્યરત થયો છે. ચેન્નાઈ ખાતેના ડેટા સેન્ટરની ક્ષમતામાં ૧૭ મેગાવોટનો લાઈવ વધારો જ્યારે હૈદરાબાદ ખાતે ૪.૮ મેગાવોટનો તબક્કો ર ડિલિવર કરવામાં આવ્યો છે. ખાણકામ સેવાઓનું વાર્ષિક ધોરણે પ્રમાણ ૧૪.૧% વધીને ૪૯.૪ મિલીઅન મેટ્રીક ટન થયું છે.
અદાણી ગ્રીન એનર્જી લિ. હસ્તકનાઉર્જા વ્યવસાયની કાર્યકારી ક્ષમતા ૫.૧ ગીગાવોટથી વધી ૧૯.૩ ગીગાવોટ થઈ છે. નાણાકીય વર્ષ ૨૬ ના અંતે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમની ક્ષમતા પ્રતિ કલાક ૧.૩૮ ગીગાવોટ થઇ છે. ખાવડા ખાતેની એક જ સ્થળે તહેનાત કરાયેલ સૌથી મોટી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમની ક્ષમતા પ્રતિ કલાક ૩.૩૭ ગીગાવોટ થઈ છે.
અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ના વીજ વિતરણ વ્યવસાય હેઠળ રુ.૭૧,૭૭૯ કરોડની ટ્રાન્સમિશન પાઇપ લાઇન નિર્માણાધિન છે. કંપનીએ ૨.૫ કરોડના ઓર્ડર સામે એક કરોડ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કર્યા છે. રાષ્ટ્રીય સ્તરે ૧૦.૩ કરોડ મીટરની તક રહેલી છે. મુંબઇ ખાતે વિશ્વની પ્રથમ કોમ્પેક્ટ VSC-આધારિત HVDC સિસ્ટમ શરુ કરવામાં આવી છે.
અદાણી પાવર લિ.ના વીજ વ્યવસાયમાં પ્લાન્ટ અવેલેબલ ફેકટર ૮૯% અને પ્લાન્ટ લોડ ફેક્ટર ૬૭%નું પ્રમાણ સ્થિર કામકાજનું પ્રદર્શન દર્શાવે છે. નાણાકીય વર્ષ ૨૦૩૨ સુધીમાં ૪૨ ગીગાવોટની ક્ષમતાના લક્ષ્યાંક પૈકી હાલના ૧૮.૨ ગીગાવોટ સામે ૨૩.૭ ગીગાવોટ પહેલાથી જ લોક ઇન થયેલી છે.
અદાણી પોર્ટ્સ અને સેઝ લિ.એ વર્ષાંતે ૫૦૦.૮ મિલિઅન મેટ્રિક ટન કાર્ગોનું વિક્રમ જનક પરિવહન કરી સામુદ્રિક વેપાર વણજમાં સિમાચિહ્ન હાંસલ કર્યું છે. કાર્ગોનું આ વોલ્યુમ વાર્ષિક ધોરણે ૧૧% વધ્યું છે. ડિસેમ્બર’૨૫માં અદાણી પોર્ટસએ ઓસ્ટ્રલિયામાં વાર્ષિક ૫૦ મેટ્રિક ટન ક્ષમતાના NQXTનું હસ્તાંતરણ પૂર્ણ કર્યું છે. અદાણી સમૂહના સિમેન્ટના વ્યવસાયની અંબુજા સિમેન્ટ્સ લિ.એ ઓરિએન્ટ સિમેન્ટનું સંપાદન પૂર્ણ કરી સિમેન્ટ બજારની તેની સ્થિતિ સંગીન કરી છે.નાણા વર્ષ-૨૬માં સિમેન્ટના વેચાણનું વોલ્યુમ વાર્ષિક ધોરણે ૧૬.૧ ટકા વધ્યું છે.
0000

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button