‘ગર્વ હૈ’ એથ્લીટ પ્રજ્ઞાનંધ નોર્વે ચેસમાં પ્રથમ ભારતીય ચેમ્પિયન બન્યા

‘ગર્વ હૈ’ એથ્લીટ પ્રજ્ઞાનંધ નોર્વે ચેસમાં પ્રથમ ભારતીય ચેમ્પિયન બન્યા
અમદાવાદ, ૬ જૂન ૨૦૨૬: અદાણી સ્પોર્ટ્સલાઈનના “ગર્વ હૈ” એથ્લીટ પ્રજ્ઞાનંધાએ ઓસ્લોમાં શાનદાર પ્રદર્શન બાદ નોર્વે ચેસમાં પ્રથમ ભારતીય ચેમ્પિયન બનીને ઇતિહાસ રચ્યો છે.
૨૦ વર્ષીય આ ગ્રાન્ડમાસ્ટરે વિશ્વના નંબર ૧ મેગ્નસ કાર્લસન, વર્તમાન વિશ્વ ચેમ્પિયન ગુકેશ ડી, અલીરેઝા ફિરોઝા, વેસ્લી સો અને વિન્સેન્ટ કીમરની હરોળથી આગળ રહીને અંતિમ સ્થાન મેળવ્યું છે. આ દરમિયાન, તેણે કાર્લસનને બે વાર પરાજીત કર્યા છે અને ગુકેશ પર એક મહત્વપૂર્ણ ક્લાસિકલ વિજય મેળવી ચેસની સૌથી પ્રખ્યાત ટ્રોફી જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે.
ટાઇટલ માટેની દાવેદારીમાં અંતિમ રાઉન્ડમાં પ્રવેશતા પ્રજ્ઞાનંધાએ આર્માગેડન ટાઈબ્રેકમાં જીત મેળવતા પહેલા સાથી ભારતીય ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરિગાઈસીને ડ્રો પર અટકાવવાના કારણે અન્ય પરિણામો સાથે મળીને સ્ટેન્ડિંગમાં ટોચ પર પોતાનું સ્થાન સુરક્ષિત કરીને ભારતીય ચેસ માટે એક સીમાચિહ્નરૂપ વિજય હાંસલ કર્યો છે.
અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ પ્રજ્ઞાનંદને નોર્વે ચેસ જીતનાર પ્રથમ ભારતીય બનવા બદલ અભિનંદન પાઠવતા તેમણે પ્રજ્ઞાનંદની આ સિદ્ધિને ચેસની દુનિયામાં સહનશીલતા, બુદ્ધિ અને સ્વભાવની અંતિમ કસોટીઓમાંની એક ગણાવી હતી. પ્રજ્ઞાનંદની ચેસની કારકિર્દીની યાત્રા અને તેના અસાધારણ કમિટમેન્ટને શરૂઆતમાં જ પારખના શ્રી અદાણીએ અદાણી સ્પોર્ટ્સલાઇનના “ગર્વ હૈ”ની પહેલ દ્વારા તેમને સહાયકની ભૂમિકાના રુપમાં સમર્થન આપતા નોંધ્યું હતું કે રમતના સૌથી ભવ્ય તબક્કામાંના એક પર વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓને પરાજીત કરવા એ એક નોંધપાત્ર સિદ્ધિ છે. તેમણે યુવાન ગ્રાન્ડમાસ્ટરના નિર્ભય, રમત કેન્દ્રિત અભિગમ અને ઊંડાણપૂર્વકની ભારતીય ભાવનાની પ્રશંસા કરી હતી. ગૌતમ અદાણીએ કહ્યું કે યુવા ભારતના આત્મવિશ્વાસનું પ્રતિનિધિત્વ કરતા પ્રજ્ઞાનંદની સિદ્ધિ પર સમગ્ર રાષ્ટ્ર ખૂબ ગર્વ અનુભવે છે.
અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ના ના ડિરેક્ટર શ્રી પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે: “વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાંની એક, નોર્વે ચેસ જીતનાર પ્રથમ ભારતીય બનવાની પ્રજ્ઞાનંદની સિદ્ધિ ભારતીય ચેસ અને ભારતીય રમત માટે ગર્વની ક્ષણ છે. ઓસ્લોમાં તેમણે જે કંઈ ઉપ્લબ્ધિ હાંસલ કરી છે તેનું અમોને ખૂબ ગૌરવ છે. પ્રણવ અદાણીએ વધુમાં કહ્યું કે તેઓ ભારતીય ચેસ અને ભારતીય રમતગમતના ક્ષેત્રમાં મોટી છલાંગ ભરવાની દીશામાં આગળ વધશે અને તેમની યાત્રા દેશભરના અસંખ્ય યુવા-યુવતીઓને ચેસ રમવા અને આત્મવિશ્વાસ સાથે તેમના સપનાઓને આગળ વધારવા માટે પ્રેરણા આપશે. તેમણે પ્રજ્ઞાનંધા આવનારા વર્ષોમાં સતત પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવી છે.
૨૦૧૩ માં શરુ થયેલી નોર્વે ચેસ ટુર્નામેન્ટની ગણના આંતરરાષ્ટ્રીય ચેસ કેલેન્ડર પર સૌથી મજબૂત અને સૌથી પ્રતિષ્ઠિત ઇવેન્ટ્સમાંની એક તરીકે થાય છે. ભારતનો સમૃદ્ધ ચેસ વારસો અને વર્ષોથી અનેક અગ્રણી ભારતીય ગ્રાન્ડમાસ્ટરોની ભાગીદારી હોવા છતાં પાંચ વખતના વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ કે વર્તમાન વિશ્વ ચેમ્પિયન ગુકેશ ડી બંનેમાંથી કોઈએ અગાઉ આ ખિતાબ જીત્યો નથી તે સંદર્ભમાં પ્રજ્ઞાનંદની સિદ્ધિ નોંધપાત્ર બની રહી છે. ભારતીય ચેસના એક નોંધપાત્ર તબક્કા વચ્ચે તેમણે જ્વલંત વિજય મેળવ્યો છે. ગ્રાન્ડમાસ્ટર્સની એક નવી પેઢી વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓને સૌથી મોટા સ્ટેજ પર પડકાર ફેંકી રહી છે અને હરાવી રહી છે.
“ચેસના વિમ્બલ્ડન” તરીકે વ્યાપકપણે ઓળખાતી નોર્વે ચેસ પ્રતિવર્ષ રમતના ઘણા ઉચ્ચ ક્રમાંકિત ખેલાડીઓને એકસાથે લાવે છે. આ વર્ષની એડિશન તાજેતરના ઇતિહાસમાં સૌથી મજબૂત હતી જેમાં બહુવિધ વિશ્વ-ટાઇટલ દાવેદારો અને રમતના કેટલાક સૌથી સફળ ગ્રાન્ડમાસ્ટરનો સમાવેશ થાય છે.
સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન પ્રજ્ઞાનંધાએ નોંધપાત્ર સ્થિતિસ્થાપકતા અને સંયમ દર્શાવ્યો હતો, વારંવાર નિષ્ફળતાઓનો પડકાર જીલી તેમણે નિર્ણાયક પ્રદર્શન સાથે આ સ્પર્ધામાં અડગ રહીને તાજ સુરક્ષિત રાખ્યો હતો..
ખાસ કરીને કાર્લસન સામેનો તેમનો વિજય નોંધપાત્ર હતો. આ સાથે પ્રજ્ઞાનંધ એક જ ટુર્નામેન્ટમાં બે વાર નોર્વેજીયન ખેલાડીને હરાવનારા ખેલાડીઓના એક ઉચ્ચ જૂથમાં જોડાયો છે અને પાંચ વખતના વિશ્વ ચેમ્પિયન પર ત્રણ ક્લાસિકલ જીત નોંધાવનારા જૂજ ખેલાડીઓમાંનો એક બન્યો છે.
આ વિજય પ્રજ્ઞાનંધના નોંધપાત્ર ઉદયમાં વધુ એક સીમાચિહ્નરૂપ ક્ષણ દર્શાવે છે અને રમતની તેજસ્વી પ્રતિભાઓમાં તેમનું સ્થાન વધુ મજબૂત બનાવે છે. તે ભારતીય ચેસની વધતી જતી શક્તિ અને ઊંડાણને પણ પ્રતિબિંબિત કરે છે, જેમાં ગ્રાન્ડમાસ્ટર્સની નવી પેઢી વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓને પડકારતી રહી છે.
પ્રજ્ઞાનંધને અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા તેની “ગર્વ હૈ” પહેલ દ્વારા પ્રેરક ટેકો આપવામાં આવ્યો છે, આ પહેલ મારફત નાણાકીય સહાય,આંતરરાષ્ટ્રીય એક્સપોઝર અને માળખાગત માર્ગદર્શન દ્વારા ભારતની આગામી પેઢીના રમતગમત ચેમ્પિયનને પોષે છે.



