વ્યાપાર

નાણાવટી ગ્રુપની હરિત ભવિષ્ય તરફની પહેલ : સુરત ખાતે ત્રણ દિવસીય EV Drive Initiative નો ભવ્ય પ્રારંભ

નાણાવટી ગ્રુપની હરિત ભવિષ્ય તરફની પહેલ : સુરત ખાતે ત્રણ દિવસીય EV Drive Initiative નો ભવ્ય પ્રારંભ
સુરત. ૧૧ જુન, ૨૦૨૬ : સુરતના અગ્રણી અને વિશ્વસનીય ઓટોમોટિવ ડીલર્સ – નાણાવટી ગ્રુપ, જે છેલ્લા 28 વર્ષથી ગ્રાહક વિશ્વાસ, ગુણવત્તાયુક્ત સેવા અને નવીનતાના મૂલ્યોને સમર્પિત છે, તેણે ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે પોતાના નાણાવટી મહિન્દ્રા શોરૂમ એલ.પી. સવાણી રોડ, અડાજણ ખાતે વિશેષ ત્રણ દિવસીય EV Drive Initiative નો પ્રારંભ કર્યો છે. ભારતને સ્વચ્છ, હરિત અને ઊર્જા-સ્વાવલંબી ભવિષ્ય તરફ દોરી જવાના રાષ્ટ્રીય સંકલ્પને સમર્થન આપતી આ પહેલનો ઉદ્દેશ્ય સમાજમાં ઇલેક્ટ્રિક વાહનો અંગે જાગૃતિ લાવવાનો તથા ટકાઉ પરિવહન પ્રત્યે સકારાત્મક અભિગમ વિકસાવવાનો છે.
આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા માનનીય ધારાસભ્ય શ્રી મુકેશ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છ ઊર્જાનો વ્યાપક સ્વીકાર આજના સમયની આવશ્યકતા છે. તેમણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના “Green India અને Sustainable Mobility“ ના વિઝનને આગળ વધારવા માટે નાગરિકોને ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા અપીલ કરી હતી.
આ પ્રસંગે નાણાવટી ગ્રુપના CEO શ્રી ગૌરવ વસિષ્ઠે જણાવ્યું હતું કે, “ઇલેક્ટ્રિક મોબિલિટી માત્ર એક ટેક્નોલોજીકલ પરિવર્તન નથી, પરંતુ આગામી પેઢી માટે વધુ સ્વચ્છ, વધુ સુરક્ષિત અને વધુ જવાબદાર ભવિષ્ય તરફનું એક સામૂહિક પગલું છે. નાણાવટી ગ્રુપ તરીકે અમે ગ્રાહકોને નવીન અને પર્યાવરણમિત્ર પરિવહનના વિકલ્પો ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છીએ.” જનરલ મેનેજર શ્રી હર્ષિલ પટેલે જણાવ્યું હતું કે, આગામી ત્રણ દિવસ દરમિયાન નાણાવટી મહિન્દ્રાના તમામ શોરૂમમાં EV પ્રદર્શન, ગ્રાહક જાગૃતિ કાર્યક્રમો, નિષ્ણાત માર્ગદર્શન, મીડિયા ઇન્ટરૅક્શન અને વિશેષ અનુભવ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી લોકો ઇલેક્ટ્રિક વાહનોની આધુનિક ટેક્નોલોજી અને તેના આર્થિક તથા પર્યાવરણીય લાભોને નજીકથી સમજી શકે.
આ અભિયાન અંતર્ગત EV વાહનોનું અનાવરણ, જાગૃતિ રેલી તથા ગ્રાહકો માટે વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. નાણાવટી ગ્રુપનો વિશ્વાસ છે કે આવા પ્રયાસો દ્વારા સ્વચ્છ અને ટકાઉ પરિવહન અંગે સમાજમાં વ્યાપક જાગૃતિનું નિર્માણ થશે અને હરિત ભારતના નિર્માણને નવી દિશા મળશે. નાણાવટી મહિન્દ્રા સુરતના નાગરિકોને આ ત્રણ દિવસીય EV Drive Initiative માં સહભાગી બનવા, નજીકના શોરૂમની મુલાકાત લેવા અને ઇલેક્ટ્રિક મોબિલિટીના નવા યુગનો અનુભવ કરવા હાર્દિક આમંત્રણ આપે છે.
સંદેશ
“Go Green. Go Electric. Go with Nanavati Mahindra.” ⚡🌱
Driving the Future. Powering a Greener Tomorrow.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button