નાનપુરાની શ્રી આઈ. જી. દેસાઈ પ્રાથમિક શાળામાં “પ્રગતિનો પ્રવેશોત્સવ – ૨૦૨૬”ની ભવ્ય ઉજવણી

નાનપુરાની શ્રી આઈ. જી. દેસાઈ પ્રાથમિક શાળામાં “પ્રગતિનો પ્રવેશોત્સવ – ૨૦૨૬”ની ભવ્ય ઉજવણી
સુરત:નાનપુરા સ્થિત શ્રી આઈ. જી. દેસાઈ પ્રાથમિક શાળા ક્રમાંક-18 ખાતે “પ્રગતિનો પ્રવેશોત્સવ – ૨૦૨૬” કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે માનનીય શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા નગરસેવક શ્રી અશોકભાઈ રાંદેરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
બાલવાટિકા અને ધોરણ-1માં પ્રવેશ મેળવતા નવા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને પુષ્પવર્ષા સાથે આવકારવામાં આવ્યા હતા.
શૈક્ષણિક કીટનું વિતરણ: નવા પ્રવેશિત બાળકોને શાળા તરફથી શૈક્ષણિક કીટ, સ્કૂલ બેગ અને અન્ય સામગ્રી અર્પણ કરવામાં આવી હતી.
મહાનુભાવો અને શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે શિક્ષણનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમની સાથે જ શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ની બેઠક પણ યોજાઈ હતી. જેમાં શાળાના વિકાસ, શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
મહાનુભાવોએ શાળાના આ ઉત્તમ કાર્ય બદલ સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, એસ.એમ.સી. સભ્યો અને વાલીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.



