સુરત :કોલેજ-યુનિવર્સિટી પરિસરમાં જાતીય સતામણીના કેસ ડામવા યુજીસી સતર્ક
સુરત: કોલેજ-યુનિવર્સિટી પરિસરમાં જાતીય સતામણીના કેસ ડામવા યુજીસી સતર્ક
નવા સત્રના આરંભે વિવિધ જોગવાઇનું કડક પાલન કરવાનો આદેશ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને પરિપત્ર જાહેર કર્યો નવા સત્રના આરંભે જ કોલેજોમાં વિદ્યાર્થિનીઓની જાતીય સતામણીના કિસ્સા ડામવા કાર્યવાહી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન સતર્ક થઇ
યુજીસીએ દેશભરની યુનિવર્સિટીને પત્ર લખીને જાતીય સતામણીની વિવિધ જોગવાઇનું કડકપણે પાલન કરવાનો આદેશ પ્રિવેન્શન ઓફ સેક્યુઅલ હેરેસમેન્ટ એક્ટની જોગવાઇ પ્રમાણે ઇન્ટર્નલ કમ્પ્લેઇન કમિટી સહિતની વિવિધ સમિતિની રચના કરવાની રહેશે.
જાતીય સતામણીનો ભોગ બનેલી વ્યક્તિ ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકે તે માટે ઇમેઇલ આઇડી અને સભ્યોના સંપર્ક નંબર સહિતની વિગતો આવશ્યક છે.
ઉપરાંત, સંસ્થામાં જાતીય સતામણીના કિસ્સા સંદર્ભે જાગૃતિ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ, વર્કશોપ, સેમિનાર સહિતના કાર્યક્રમો યોજવાના રહેશે.
નવા સત્રના આરંભે કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ ઇન્ટર્નલ કમ્પ્લેઇન કમિટી સહિતની વિવિધ જોગવાઇનું પાલન કરવાનું રહેશે.
તેમજ ૨૦૨૨- ૨૩ના સત્રમાં થયેલી કામગીરી અંગેની વિગતો, રિપોર્ટ યુજીસીમાં રજૂ કરવાનો રહેશે.