આમ આદમી પાર્ટી દ્વારા આસિસ્ટન્ટ લેબર કમિશનર ગાંધીધામ ને કરવા માં આવી રજુઆત
મુંદરા માં કામ કરતી માસ મરીન સર્વિસ ઇન્ડિયા પ્રાઇવેટ કંપની લિમિટેડ દ્વારા કામદારો ના શોષણ અને સરકારી નિયમો ના થતા ઉલઘન કરતી હોવાની રજુઆત આમ આદમી પાર્ટી દ્વારા આસિસ્ટન્ટ લેબર કમિશનર ગાંધીધામ ને કરવા માં આવી
ગત તા 29/5/2023 ના રોજ માસ મરીન સર્વિસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કામદારો ના થતા શોષણ અટકાવવા અને તેમના હકો અપાવવા ની રજુઆત આસિસ્ટન્ટ લેબર કમિશનર શ્રી ગાંધીધામ નાઓ ને ઈ-મેલ દ્વારા કરવા માં આવેલ અને તે રજુઆત ના પગલે આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી થયેલ ન હોઈ આજ રૂબરૂ લેબર ઇન્સ્પેકટર પટેલ સાહેબ ને મળી આમ આદમી પાર્ટી ના પશ્ચિમ કચ્છ જીલ્લા પ્રમુખશ્રી સંજયભાઈ બાપટે તાત્કાલિક ધોરણે કામદારભાઈઓ ને ન્યાય અપાવવા માટે મૌખિક અને લેખિત રજૂઆત કરેલ જેમાં
મુંદરા કંડલા તેમજ અલગ અલગ પોર્ટો પર થર્ડ પાર્ટી ચેકર્સ, સર્વયેર,કોમ્યુટર ઓપરેટર,સહિત ના કામો કરતી માસ મરીન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કામ કરતા કર્મચારીઓ નું શોષણ કરવા માં આવી રહ્યું છે તેમના માંથી ઘણા ના epf પણ ભરવા માં આવતા નથી,8 કલાક ની જગ્યાએ 12 કલાક કામ કરવવા માં આવે છે તેમને ઑવર ટાઈમ પણ આપવા માં આવતો નથી રજા પણ નથી આપવા માં આવતી મહિના ના ફરજિયાત 4 દિવસ ની રજા માં પણ કામ લેવાય છે જેનું વળતર પણ નથી આપવા માં આવતું સેફટી ના સાધનો પણ કામદારો એ પોતેજ લેવા ફરજીયાત છે કંપની કઈ આપતી નથી આ તમામ બાબતો ની રજુઆત અમારી પાસે આવતા અમારી આપશ્રી ને વીંન્તિ છે કે આવી કંપનીઓની તટસ્થ તપાસ કરવા માં આવે આ કંપની કમપ્લાયન્સ પુરા કરતી નથી સરકારી નિયમો નું પણ ઉલઘન કરી રહી છે તેની સામે યોગ્ય કાર્યવાહી કરી મજદૂરો ના હકો અપાવવા રજુઆત કરવા માં આવી હતી