ગુજરાત

સુરતના પાંડેસરામાં ઇંદીરાનગરમાં રહેતાં શ્રમજીવી પરિવારની 12 વર્ષની દીકરીએ ફાંસો ખાઈ લીધો

સુરત: સુરતના પાંડેસરામાં ઇંદીરાનગરમાં રહેતાં શ્રમજીવી પરિવારની 12 વર્ષની દીકરીએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જેના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. હાલ તો કિશોરીના આપઘાતનું કારણ સામે આવ્યું નથી.

પરિવારની એકની એક દીકરી હતી
પાંડેસરામાં તેરે નામ રોડ પર આવેલ ઇંદીરાનગરમાં રામસેવક પાસવાન પરિવાર સાથે રહે છે. મૂળ બિહારના રામસેવક પાસવાન ટેમ્પો ૫૨ ડ્રાઈવર તરીકે નોકરી કરીને પરિવારનું ભરણ- પોષણ કરે છે. તેમની પત્ની પણ નોકરી કરીને પતિને મદદરૂપ બને છે. રામસેવકના પરિવારમાં પત્ની ઉપરાંત 12 વર્ષની દીકરી રેશમા અને બે પુત્ર છે.

ઘરમાં ઉપરની એન્ગલ સાથે સાડી બાંધીને ફાંસો ખાધો
રેશમા ધોરણ 4 સુધી અભ્યાસ કર્યા બાદ અભ્યાસ છોડી દીધો હતો. ઘરે કોઈ ન હતું ત્યારે રેશમાએ ઘરમાં ઉપરની એન્ગલ સાથે સાડી બાંધીને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પાંડેસરા પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આત્મહત્યાનું કારણ હજી સામે આવ્યું નથી.

દીકરીને લટકતી હાલતમાં જોઈ પિતા આઘાતમાં સરી પડ્યા
પિતા રામસેવકે જણાવ્યું હતું કે, હું નોકરી પર હતો દરમિયાન ફોન આવતા હું તાત્કાલિક ઘરે પહોંચ્યો હતો. ઘર બહાર લોકો એકઠા થઇ ગયા હતા. ત્યારબાદ મે મારી દીકરીને લટકતી હાલતમાં જોઈ આઘાતમાં સરી પડ્યો હતો. સવારે દીકરીને હું જે કામ સોંપીને ગયો હતો તેમાંથી અડધું જ કામ કર્યું હતું.

દીકરીનાં આપઘાતનું કારણ જાણી શકાયું નથી
વધુમાં જણાવ્યું હતું કે, પરિવારની એકની એક દીકરી હોવાથી લાડકી હતી. પરિવારમાંથી પણ તેને કોઈ કઈ કહેતું ન હતું. અભ્યાસ કરતી હતી પણ શરીરમાં કમજોરી હોવાથી જતી ન હતી. આ પગલું કેમ ભર્યું તેનો કોઈ અંદાજ નથી. શંકા છે પણ કંઈ સમજ જ નથી પડતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button