રાજનીતિ

શિનોર ભાજપા દ્વારા પી.એમ.ના જન્મદિને સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત 1100 દીવા પ્રગટાવવામાં આવ્યા

શિનોર ભાજપા દ્વારા પી.એમ.ના જન્મદિને સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત 1100 દીવા પ્રગટાવવામાં આવ્યા
ભાજપ સંગઠન ,તાલુકા પંચાયતના હોદ્દેદારોની સાથે મામલતદાર અને ટી.ડી.ઓ.એ ભાગ લીધો
શિનોર તાલુકાના દામાપુરા ગામે આવેલા શ્રી ભંડારેશ્વર મહાદેવ મંદિર મુકામે શિનોર ભાજપા દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત અને પ્રધાનમંત્રી ના જન્મદિન તારીખ 17 સપ્ટેમ્બર પ્રસંગે પવનના સુસવાટા વચ્ચે આશીર્વાદના દીવડા કાર્યક્રમમાં 1100 દિવડાઓ પ્રગટાવવામાં આવ્યા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની સેવા અને સમર્પણના સુશાસનના 25 વર્ષ પુરા થતાં અને તારીખ 17 સપ્ટેમ્બર 2026 વડાપ્રધાનનો જન્મદિવસ હોવાથી સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આશીર્વાદ નો દીવડો કાર્યક્રમ સમગ્ર દેશમાં રાખવામાં આવ્યો હતો. તે અંતર્ગત શિનોર ભાજપા દ્વારા દામાપુરા મુકામે આવેલા પ્રાચીન શ્રી ભંડારેશ્વર મહાદેવ મંદિર મુકામે દીવડા પ્રગટાવવાનો કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં તાલુકા પંચાયત પ્રમુખ હીનાબેન રોહિત, ઉપપ્રમુખ પ્રિતેશભાઈ પટેલ (પુનિયાદ), કારોબારી ચેરમેન જીગ્નેશ પટેલ સાથે તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ અને તેમની ટીમ ,મહિલા મોરચાના હીનાબેન મોઢ, જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ સચિન પટેલ તથા તાલુકા પંચાયત સદસ્યો અને આ પ્રસંગે ખાસ હાજર રહેલા સરકારી પ્રતિનિધિ મામલતદાર મુકેશ જે. બારીયા અને તાલુકા વિકાસ અધિકારી મહેશ જે. વિરાણી દ્વારા પણ દીવડા કાર્યક્રમમાં ભાગ લેવામાં આવ્યો હતો. અને પી.એમ. નરેન્દ્રભાઈ મોદી નો સેવાએ સંકલ્પ છે, સંકલ્પ એ વિકસિત ભારત છે, આ કાર્યક્રમમાં જોડાઈને ભાજપ સંગઠન તથા સરકાર નો સમન્વય બતાવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button