ધર્મ દર્શન

બાબા પ્યારે પીર સ્થાન સંસ્થાન માંડવા દ્વારા સંદલ શરીફ અને ઉર્સ મુબારક નો કાર્યક્રમ 

બાબા પ્યારે પીર સ્થાન સંસ્થાન માંડવા દ્વારા સંદલ શરીફ અને ઉર્સ મુબારક નો કાર્યક્રમ 
આ પ્રસંગે ગુજરાત ભરમાંથી હિન્દુ તથા મુસ્લિમ ભાઈ બહેનો દર્શન માટે ઉંમટી પડે છે
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માંડવા ગામે માં નર્મદા ના કિનારે બાબા પ્યારે દરગાહ આવેલ છે. વાર તહેવાર મોટી સંખ્યામાં ગુજરાત ભરમાંથી શ્રદ્ધાળુઓ માનતા માનવા અને માનતા પૂરી કરવા નિયમિત આવે છે. અને દરગાહ ની બાજુમાં જ આવેલ માં નર્મદા નદીમાં સ્નાન કરી વિના મૂલ્યે રિસોર્ટ નો આનંદ અનુભવે છે.
બાબા પ્યારે દરગાહ ના સેવક /ટ્રસ્ટી ખાદીમ સોયેબ બાપુ દ્વારા જાહેર નિમંત્રણ આપતાં જણાવેલ છે કે તારીખ 27 ઓક્ટોબર 2026 ને મંગળવારના દિવસે મું. ચાંદ 15 ના રોજ હઝરત સૈયદ શાહ બાબા પ્યારે નો સંદલ શરીફ અને ઉર્સ મુબારક રાખવામાં આવેલ છે. ઝૌહર ની નમાજ પછી બપોરે 2:00 વાગે ફાતેહા ખ્વાનિ અને સંદલ નુ ઝુલુસ માંડવા ઉસ્માનશા દિવાન ના ઘરેથી નીકળીને દરગાહ શરીફ પર જશે. ચાર વાગે સંદલ શરીફ અને રફાઈ પ્રોગ્રામ થશે. અને સાંજે મગરીબ ની નમાજ પછી આમ નીયાજ નો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ છે. અને રાત્રે 9:00 વાગે નાઅત શરીફ નો પ્રોગ્રામ રાખેલ છે. તમામ ભાઈ બહેનોને પધારવા માટે આમંત્રણ આપેલ છે. આ પ્રસંગે વડોદરા જિલ્લો, ભરૂચ જિલ્લો, જંબુસર, સુરત, આણંદ ,અમદાવાદ સહિત ગુજરાત ભરમાંથી લોકો આવે છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેકટર વડોદરા દ્વારા દિવેર ગામે મઢી મુકામે નર્મદા નદીમાં નાહવા તથા ધોવા માટે પ્રતિબંધ મૂક્યો હતો ,તે સમયે આ માંડવા પાસે બાવા પ્યારે ની દરગાહ નજીક નર્મદા નદીમાં નાહવા, હરવા ફરવા અને મોજ મસ્તી કરવા હજારો લોકો ઉમટી પડ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button