અદાણી ગ્રીનનો નવો રેકોર્ડ: ગુજરાતના ખાવડામાં વિશ્વની સૌથી મોટી ૩.૩૭ GWh ક્ષમતાની બેટરી સ્ટોરેજ સિસ્ટમ શરૂ કરી

અદાણી ગ્રીનનો નવો રેકોર્ડ: ગુજરાતના ખાવડામાં વિશ્વની સૌથી મોટી ૩.૩૭ GWh ક્ષમતાની બેટરી સ્ટોરેજ સિસ્ટમ શરૂ કરી

અમદાવાદ, ૨૬ મે ૨૦૨૬: ભારતની સૌથી મોટી નવીનીકરણીય ઉર્જા કંપની અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) એ પ્રતિ કલાક ૩.૩૭ ગીગાવોટ ક્ષમતાની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) કાર્યરત કરી છે, જે ચીનની બહાર તૈનાત વિશ્વની સૌથી મોટી અને વૈશ્વિક સ્તરે સૌથી ઝડપી અમલમાં મુકાયેલી સિંગલ-લોકેશન બેટરી સ્ટોરેજ છે આ તૈનાતીમાં માર્ચ ૨૦૨૬ માં આરંભ કરાયેલ પ્રતિ કલાક ૧.૩૭ ગીગાવોટની ક્ષમતા શામેલ છે. આ સ્ટોરેજ કાર્યરત થવા સાથે ગુજરાતના ખાવડામાં કંપનીના કામકાજની કુલ ક્ષમતા પ્રતિ કલાક ૩.૩૭ ગીગાવોટે પહોંચી છે. વૈશ્વિક સ્તરે સૌથી ઝડપી યુટિલિટી-સ્કેલ બેટરી સ્ટોરેજની તૈનાતીમાંનો એક એવો આ પ્રકલ્પ ઓન-સાઇટ બાંધકામ શરૂ થયાના માત્ર ૧૦ મહિનામાં જ શરુ કરવામાં આવ્યો હતો. આ કમિશનિંગ ગ્રીડ વિશ્વસનીયતા, પીક-અવરમાં વીજ પુરવઠાને મજબૂત બનાવવા અને સ્કેલ પર ચોવીસ કલાક અવિરત વીજ પહોંચાડવા માટે નવીનીકરણીય ઊર્જાને સક્ષમ બનાવવાની દીશામાં એક મુખ્ય સીમાચિહ્ન છે. અદાણી ગ્રીનનો ઇરાદો નાણા વર્ષ ૨૭માં પ્રતિ કલાક ૧૦ ગીગાવોટથી વધુ બેટરી સ્ટોરેજ ક્ષમતા ઉમેરવાની અને આગામી પાંચ વર્ષમાં તેને પ્રતિ કલાક ૫૦ ગીગાવોટ સુધી લઇ જવાનો છે. પ્રતિ કલાક ૩.૩૭ ગીગાવોટની ક્ષમતાનું કંપનીનું બેટરી સ્ટોરેજ સમગ્ર દિવસભર લગભગ દસ લાખ ઘરોને વીજળી આપવા માટે પૂરતા પ્રમાણમાં સ્વચ્છ ઉર્જા સંગ્રહ કરીને ઇન્દોર, ચંદીગઢ અથવા સમગ્ર ગોવા રાજ્ય જેવા શહેરોની ટોચની વીજળી માંગને પોષીને દસ કલાક સુધી સતત ૧૨ મિલિયનથી વધુ LED બલ્બને પ્રજ્વલિત રાખી શકે છે. બેટરી સ્ટોરેજ રિન્યુએબલ હેવી ગ્રીડને સ્થિર રાખી ચોવીસ કલાક હરીત ઉર્જા પહોંચાડવામાં મદદ કરનાર આ વ્યવસ્થા ગેમ ચેન્જર પુરવાર થશે. અદાણી ગ્રીન એનર્જી લિ.ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી સાગર અદાણીએ જણાવ્યું હતું કે સ્વચ્છ ઉર્જા સંક્રમણના આગામી તબક્કામાં મોટા પાયે ઊર્જા સંગ્રહના ક્ષેત્રમાં ભારત નિર્ણાયક ભૂમિકા ભજવશે.નવીનીકરણીય ઉર્જા ઉત્પાદનની ક્ષમતામાં ઝડપથી થઇ રહેલા વધારાના પરિપ્રેક્ષ્યમાં ભરોસાપાત્ર ચોવીસ કલાક સ્વચ્છ ઉર્જા પહોંચાડવા માટે સ્ટોરેજનું સુગ્રથિત માળખું મહત્વનું બની રહે છે. તેમણે કહ્યું હતું કે ખાવડામાં પ્રતિ કલાક ૩.૩૭ ગીગાવોટ ક્ષમતાની સ્ટોરેજ સિસ્ટમની શરુઆત સાથે સ્થિતિસ્થાપક, પ્રદાનપાત્ર અને લવચીક ઉર્જા પ્રણાલીઓનો પાયો કંપની મજબૂત કરી રહી છે ત્યારે બેટરી સ્ટોરેજમાં અમારા રોકાણો વૈશ્વિક સ્તરે ભવિષ્યના તૈયાર સ્વચ્છ ઉર્જા માળખાનું નિર્માણ કરવા માટે લાંબા ગાળાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ગુજરાતના ખાવડામાં વિશ્વની સૌથી મોટી સિંગલ-લોકેશન બેટરી સ્ટોરેજ અને વૈશ્વિક સ્તરે સૌથી ઝડપી અમલમાં મુકાયેલી સિસ્ટમોમાંની એકની તસ્વીરી ઝલક . લિથિયમ-આયન બેટરી ટેકનોલોજી સાથે અદ્યતન ઉર્જા વ્યવસ્થાપન પ્રણાલીઓ સાથે સંકલિત આ પ્રકલ્પ કાર્યક્ષમતા, વિશ્વસનીયતા અને ગ્રીડની પ્રતિભાવને શ્રેષ્ઠ બનાવવાની દીશામાં ક્રાંતિકારી છે. ગુજરાતના ખાવડા ખાતે વ્યૂહાત્મક રીતે સ્થિત કંપનીનો બેટરી સ્ટોરેજ પ્રકલ્પ મારફત ૨૦૨૯ની સાલ સુધીમાં ૩૦ ગીગાવોટની ક્ષમતા વિકસાવી રહ્યું છે. જેમાંથી 9.9 GW પહેલેથી જ કાર્યરત છે. વૈશ્વિક સ્તરે નવીનીકરણીય ઉર્જા ઝડપથી સ્વીકાર્ય બની રહી છે, તેની સાથો સાથ ઉપયોગિતા-સ્કેલ બેટરી સ્ટોરેજ વિશ્વસનીય સ્વચ્છ ઉર્જા વિતરણ માટે મહત્વના માળખા તરીકે ઉભરી રહ્યું છે. ત્યારે નવીનીકરણીય ઉર્જા ઉત્પાદન સમય, આબોહવા, ઋતુ અથવા ભૌગોલિક સ્થાન સાથે બદલાતું રહે છે. આ સ્થિતિમાં વધારાની ઉર્જાનો સંગ્રહ કરી અને ટોચની માંગ દરમિયાન સપ્લાય કરે છે તે દ્રષ્ટીએ સ્ટોરેજ એક ઉત્તમ વિકલ્પ તરીકે ઉભરી રહ્યો છે.



