સુરતના મહિડાભવન ખાતે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ અને ‘વિશ્વ જળ દિવસ’ની ભવ્ય ઉજવણી

સુરતના મહિડાભવન ખાતે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ અને ‘વિશ્વ જળ દિવસ’ની ભવ્ય ઉજવણી
“ધ ઈન્સ્ટીટયુટશન ઓફ એન્જિનિયર્સ, (ઈન્ડિયા)” સાઉથ ગુજરાત લોકલ સેન્ટર દ્વારા ૧૦ જૂન ૨૦૦૬ ના રોજ મહિડાભવન ઈચ્છાનાથ સુરત ખાતે સાંજે ૫:૦૦ કલાકે વિશ્વ પર્યાવરણ દિવસ અને વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ નિમિત્તે ડૉ. રુચી શ્રીવાસ્તવ (પ્રિન્સિપાલ, પારૂલ યુર્નિવસિટી), ડૉ. એસ.એમ. યાદવ (પ્રોફેસર સિવિલ ડિર્પાટમેન્ટ એસ.વી.એન.આઈ.ટી), શ્રી અશોક બોડવાલ (જે.જી.એમ. ક્રિભકો હજીરા સુરત), ડૉ. કે. ડી. પંચાલ (ચેરમેન આઈ. ઈ. (આઈ) એસ.જી.એલ.સી.), શ્રી દિનાનાથ અકેલા (કોઓરડીનેટર) તથા પ્રતિષ્ઠિત શિક્ષણવિંદો, ઉધોગ નેતાઓ, ઈજનેરો, સંશોધકો અને વિધાર્થીઓ વગેરે હાજર રહ્યા હતાં. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગ્ટય થી કરવામાં આવી હતી.
ધ ઈન્સ્ટીટયુટશન ઓફ એન્જિનિયર્સ, (ઈન્ડિયા)” સાઉથ ગુજરાત લોકલ સેન્ટર ના અધ્યક્ષ અને વિશ્વકર્મા કનેકટના સ્થાપક ડૉ. કેતન ડી. પંચાલે તેમના પ્રવચના માં સંસ્થાની વિવિધ પ્રવૃત્તીઓ અને કાર્યક્ષેત્રની વિશે વિસ્તૃત માહિતી આપી હતી તેમજ ”World Environment Day” પર તેમણે જણાવ્યું કે ઈજનેરોમાં પર્યાવારણીય જાગૃતી અને ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપવાનો છે. તેમજ World Water Day પર તેમણે જણાવ્યું કે વર્તમાન સમયમાં જળ સમસ્થા વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે ત્યારે જળવ્યવસ્થાપન પણ યોગ્ય રીતે થાય તે મહત્વનું છે. શ્રી દિનાનાથ અકેલા (કોઓર્ડિનેટર))એ પ્રોગ્રામની રૂપરેખા જણાવી હતી.
ડૉ. રૂચી શ્રીવાસ્તવે (પ્રિન્સિપાલ, પારૂલ યુર્નિવસિટી) તેમણે જણાવ્યું કે પર્યાવરણ ના રક્ષણ માટે નાના જંગલો બનાવવા, તેમજ મહીના માં એક વાર ગ્રીન વીક નું આયોજન કરવું જોઈએ તથા પર્યાવરણ બચાવવા પ્લાસ્ટીક નો ઉપયોગ સદંતર બંધ કરવો. તેમજ શાળા કોલેજો, સરકારી કચેરીઓ અને સ્થાનિક સમાજિક સંસ્થાઓ દ્વારા વ્યાપક વૃક્ષારોપણ ઝુંબેશ ચલાવવામાં આવવી જોઈએ.
એસ.વી.એન.આઈ.ટી. ના સિવિલ એન્જિનિયરીંગ વિભાગના પ્રોફેસર ડૉ. એસ.એમ. યાદવે “World Water” પર Rain Water Harvesting નું મહત્વ સમજાવતા જણાવ્યુ હતું કે વરસાદી પાણીનો સંગ્રહ એ પાણી બચાવવા અને પર્યાવરણની સુરક્ષા માટે ઉતમ ઉપાય છે. તેનાથી પાણી ની અછત દૂર થાય છે, વીજળીની બચત થાય છે, જમીનની ગુવતા સુધરે છે અને ભવિષ્યની જરૂરીયાતો માટે પાણી સંગ્રહિત કરી શકાય છે.
આઈ.ઈ.(આઈ.) એસ.જી.એલ.સી.સુરત ના નવા મેમ્બરોને સન્માન પત્ર આપવામાં આવ્યા હતાં. ત્યારબાદ ભૂતપૂર્વ માનદ સચિવ શ્રી સંદીપ ડાંગીએ દ્વારા આવનાર મહેમાનો નો આભાર વ્યક્ત કર્યો હતો.



