ટેમ્પોમાં રાખેલી ખુરશીઓમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો
ગાંધીના ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવી તરકીબો અજમાવતા હોય છે. ત્યારે પારડી પોલીસે પૂર્વ બાતમીના આધારે મોતીવાડા હાઇવે પર પીકઅપ ટેમ્પોમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. જાકે દારૂ સંતાડવાની જગ્યા જાઈને પોલીસ પણ માથું ખંજવાળતી થઈ ગઈ હતી. કારણ કે બુટલેગરે દારૂ સંતાડવા માટે અજીબ તરકીબ અજમાવી હતી. આ કાર્યવાહીમાં પોલીસે ટેમ્પામાંથી ૧.૬૦ લાખનો દારૂનો જથ્થો કબજે કર્યો છે.
પારડી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે બગવાડા હાઈવે પર વોચમાં હતી. દરમ્યાન મળેલી બાતમીના આધારે હાઈવે પરથી પસાર થતા પીકઅપ ટેમ્પોને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જાકે પોલીસને જાઈ ટેમ્પો થોભવવાને બદલે ટેમ્પો ચાલક ટેમ્પોને પૂરઝડપે ભગાવી મુક્તા પોલીસે તેનો પીછો કર્યો હતો. આથી નેશનલ હાઈવે પર બુટલેગર અને પોલીસ વચ્ચે ફિલ્મી ઢબે દોડ સરું થઈ હતી.
આખરે ટેમ્પો ચાલક મોતીવાડા હાઇવે પર ટેમ્પો મૂકી ભાગી છૂટ્યો હતો. જે બાદ ટેમ્પોની પોલીસે તલાશી લેતા પ્રથમ ટેમ્પામાં ફક્ત ખુરશીઓ જ દેખાઈ રહી હતી. આથી કંઈ શંકાસ્પદ નજર નહોતું આવતું પરંતુ પોલીસે ઝીંણવટપૂર્વક તપાસ કરતા ટેમ્પોમાં રાખેલી ખુરશીઓમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જાકે દારૂ છુપાવવા બુટલેગરે જે તરકીબ અજમાવી હતી એ જાઈને પોલીસ માથું ખંજવાળતા રહી ગઈ હતી. કારણ બુટલેગરે ૮૫ ખુરશીઓને કાપી તેમા ચોર ખાનું બનાવ્યું હતું. અને એમાં દારૂનો જથ્થો સંતાડ્યો હતો. જે ઝડપાઈ ગયો હતો.
ટેમ્પાના પાછળના ભાગમાં સ્લાઇડિંગ કરી ચેસિસના ભાગે બુટલેગરે અદ્ભુત ચોર ખાના બનાવ્યા હતા. જેમાંથી દારૂની બોટલ નંગ ૨૨૭ જેની કિંમત રૂ ૧,૬૦,૦૦૦નો મળી આવતા ટેમ્પો મળી કુલ રૂપિયા ૪.૬૦.૦૦૦ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. અને ટેમ્પાના નંબરના આધારે ખેપિયા સુધી પહોંચવાની તપાસ કરતાં ટેમ્પામાં ડુÂપ્લકેટ નંબર લગાવી હોવાનું બહાર આવ્યું છે.
મહત્વપૂર્ણ છે કે દારૂની છૂટ ધરાવતા સંઘ પ્રદેશ દમણમાંથી વિદેશી દારૂની હેરાફેરી માટે બુટલેગરો અવનવી તરકીબો અજમાવતા હોય છે. ત્યારે બુટલેગરની આ નવા પ્રકારની તરકીબનો વધુ એકવાર પારડી પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાકે ભાગી છૂટેલા ઈસમો કોણ છે? અને છેલ્લા કેટલાક સમયથી આજ પ્રકારે દારૂ લાવતા હતા અને ક્યાં સપ્લાય કરતા હતા? સાથે આ દારૂ તેઓ કોની પાસેથી અને ક્યાંથી લાવતા હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.