રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને ૫૭ રનથી હરાવ્યું
આઈપીએલની ૧૧મી મેચમાં રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને ૫૭ રનથી હરાવી દીધા. બસરાપારા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં દિલ્હીના કેપ્ટને ટોસ જીતીને રાજસ્થાનને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું. પહેલા બેટિંગ કરતા રાજસ્થાનની ટીમે યશસ્વી જયસ્વાલ (૬૦), અને જાસ બટલર (૭૯) ની ધૂંઆધાર ઈનિંગની મદદથી નિર્ધારિત ૨૦ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૧૯૯ રન કર્યા. જેના જવાબમાં દિલ્હીની ટીમ ૯ વિકેટના નુકસાન પર ૧૪૨ રન કરી શકી.
રાજસ્થાન રોયલ્સના ઓપનર્સે ટીમને સારી શરૂઆત અપાવી. યુવા યશસ્વી જયસ્વાલે ૩૧ બોલમાં ૬૦ રન કર્યા. આ ઇનિંગમાં ૧૧ ચોગ્ગા અને ૧ છગ્ગો સામેલ હતા. જાસ બટલરે પણ ૫૧ બોલમાં ૭૯ રનની ઈનિંગ રમી. તેમની ઈનિંગમાં ૧૧ ચોગ્ગા અને એક છગ્ગો સામેલ હતા.
આ ઉપરાંત આખરી ઓવરોમાં બેટિંગ કરતા સિમરન હેટમાયરે પણ ૨૧ બોલમાં ૩૯ રન કર્યા. દિલ્હીના બોલરોને વધુ સફળતા મળી નહીં. પેસર મુકેશકુમારે ૨ વિકેટ લીધી જ્યારે અક્ષર પટેલ અને રોવમેન પોવેલને ૧-૧ વિકેટ મળી.
જીત માટે ૨૦૦ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમની શરૂઆત ખુબ જ ખરાબ રહી. રાજસ્થાન રોયલના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે પોતાની એક જ ઓવરમાં દિલ્હીના પૃથ્વી શો (૦), અને મનીષ પાંડે (૦)ને પેવેલિયન ભેગા કર્યા. ત્યારબાદ કેપ્ટન ડેવિડ વોર્નર એકલા ટીમનો મોરચો સંભાળતા જાવા મળ્યા. જા કે લલિત યાદે વોર્નર સાથે મળીને એક નાનકડી ભાગીદારી કરી પરંતુ તે ૩૮ પર આઉટ થઈ ગયો. વોર્નરે ૫ ૫બોલમાં ૬૫ રન કર્યા પરંતુ ટીમને જીત અપાવી શક્યા નહીં.