ભુજમાં દારૂબંધીના અમલની માંગ સાથે મહિલા સંગઠન દ્વારા આવેદનપત્ર પાઠવાયું
ભુજ: આજ રોજ ભુજમાં દારૂબંધીના અમલની માંગ સાથે મહિલા સંગઠન દ્વારા આવેદનપત્ર પાઠવાયું વીશાળ કચ્છ જિલ્લામાં દેશી વિદેશી દારૂના વ્યાપક વેંચાણ સામે કચ્છ મહિલા સંગઠન દ્વારા આજે બુધવારે વિરોધ પ્રદર્શિત કરી ભુજના ડો. બાબા સાહેબ આંબેડકર સર્કલથી કલેકટર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી અને મુખ્યમંત્રી તથા રાજ્યપાલને ઉદેશી કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સંગઠનમાં મુખ્ય પદે રહેલી જિલ્લાની 150 જેટલી મહિલાઓ દ્વારા દારૂના દુષણને ડામવા અને દારૂના દુષપરિણામ રોકવાના હેતુસર વહીવટી તંત્રને જગાડવાનો પ્રયાસ કરાયો હતો. સંગઠન દ્વારા દારૂના કારણે પરિવારને પડતી હાલાકીનું વર્ણન કરતી લેખિત અરજી તંત્રને અપાઈ હતી. આ કાર્યમાં મહિલા સંઘઠને જિલ્લાની વિવિધ 32 જેટલી સ્વૈચ્છિક અને સામાજિક સંસ્થાઓએ સમર્થન આપી રેલીમાં સામેલ થયા હોવાનો દાવો કર્યો હતો.