ક્રાઇમ

સુરત ના ડિંડોલી વિસ્તાર માં સગી જનેતા જ માસુમ બાળકની હત્યા કરી

સુરત: સુરતના ડીંડોલી કરાડવા રોડ ખાતે નવી બંધાતી બિલ્ડીંગમાં માતા અને પુત્ર સાથે રહી મજૂરીકામ કરતી મૂળ છત્તીસગઢની મહિલાએ અઢી વર્ષના પુત્રની હત્યા કરી લાશ બિલ્ડીંગના લિફ્ટના પેસેજમાં નાંખી ગુમ થયાની જાણ કરી પોલીસને ચકરાવે ચઢાવી હતી. જોકે, શુક્રવારે માતાએ હત્યાની કબૂલાત કર્યા બાદ આજે સવારે બિલ્ડીંગના લિફ્ટના પેસેજમાંથી જ બાળકની હત્યા કરેલી લાશ મળી હતી.

સુરતના ડિંડોલી પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ડીંડોલી કરાડવા રોડ ખાતે નવા બંધાતા લેકસીટી રેસીડેન્સીમાં છેલ્લા બે વર્ષથી માતા સુમનબેન અને અઢી વર્ષના પુત્ર વીર ઉર્ફે ભોન્દુ સાથે રહી ત્યાં ચણતરનું કામ કરતી મૂળ છત્તીસગઢની 22 વર્ષીય નયના સુખનંદન મંડાવીએ ગત 28 જૂને ડીંડોલી પોલીસ મથકમાં જાણ કરી હતી કે તેનો પુત્ર 27 મી એ બપોરે રમતા રમતા ગુમ થઈ ગયો છે. ડીંડોલી પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.જેમાં ડિંડોલી પોલીસ સ્ટેશન ના પીઆઇ ચુડાસમા અને પીએસઆઇ મસાણી અને સટાફના માણસો દ્વારા શોધખોળ શરુ કરી હતી કારણ કે બાળક નાનું હતું જેથી ગંભીરતાથી લઈ પોલીસ કામે લાગી હતી બે દિવસ સુધી પોલીસે રાત દિવસ એક કરી નોધખોળ કરી છતાં બાળક મળ્યું નથી બાદના પોલીસે પોતાની અસલી રૂપમાં જોવા મળી જોકે, પાંચ વર્ષથી પતિથી અલગ રહેતી નયનાના પુત્રના અપહરણ અંગે પોલીસને નયના પર જ શંકા હતી અને તેની ઉલટતપાસ કરતા શરૂઆતમાં તેણે પોલીસને ચકરાવે ચઢાવ્યા બાદ ગતરોજ પુત્રની ગળું દબાવી હત્યા કર્યાની કબૂલાત કરી હતી.

જોકે, ત્યાર બાદ પણ તેણે બાળકની લાશ ક્યાં છુપાવી છે તે અંગે ચોક્કસ જગ્યા નહીં બતાવી ફરી પોલીસને ચકરાવે ચઢાવી હતી. બાદમાં આજે સવારે અઢી વર્ષીય પુત્રની લાશ તે જ્યાં હરે છે તે બિલ્ડીંગના લિફ્ટના પેસેજમાંથી જ મળતા પોલીસે લાશ કબજે કરી હત્યાના કારણ અંગે નયનાની પુછપરછ હાથ ધરી છે.પહેલા તો માતા અલગ અલગ દિવસોમાં પોલીએ ને ફેરવી રહી હતી કે તળાવ માં નાખ્યું છે પછી કે અહીં દાટ્યું છે તેમ કરી ને પોલીએ ને ગેરમાર્ગે દોરતી રહી જેથી પોલીએ JCB દ્વારા ખોદી ને પણ બાળક ના મૃત દેહની શોધખોળ કરી છતાં બાળક મળી ન આવ્યું.બાદમાં પોલીસે વધુ શક્ત થતા માતા સાચી હકીકત ઉકેલી હતી. સુરતની અંદર પ્રથમ આવી ઘટના સામે આવી છે જેની અંદર એક ક્રૂર માતાએ પોતાના પ્રેમીને પામવા માટે પોતાના દીકરાને મોતને ઘાટ ઉતારી અને બોડી ન મળે તે માટેના પ્રયત્ન કર્યા હતા. મહત્વની વસ્તુ એ છે કે આ માતાએ પોલીસને સતત પાંચ દિવસ સુધી ગોળ ગોળ ફેરવી પોતાના દીકરાની બોડી કયા સંતાડી છે તે બતાવી ન રહી હતી જ્યારે ડોગ સ્કોર દ્વારા પણ જે વિસ્તારમાંથી બાળક ગુમ થયું હતું ત્યાં તપાસ કરતા ડોટકોમ દ્વારા પણ રિપોર્ટ આપવામાં આવ્યો હતો કે જે કન્ટ્રક્શન સાઇડ ઉપરથી બાળક ગુમ થયું છે તેની બહાર બાળક ગયું નથી તેઓ ઇશારો પણ કર્યો હતો આ તમામ સંખ્યાઓના આધારે બાળકના હત્યારી માતા સુધી પોલીસ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button