
Surat News: આરોપી: નિલમબેન જયંતિભાઇ મારુ પો.સ.ઇ., વર્ગ-૩, સૌરભ પોલીસ ચોકી, અડાજણ પોલીસ સ્ટેશન, સુરત શહેર
ગુનો બન્યા : તા.૩૦/૦૬/૨૦૨૪
લાંચની માંગણીની રકમ : રૂપિયા ૫,૦૦૦/-
લાંચ સ્વીકારેલ રકમ : રૂપિયા ૫,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ : રૂપિયા ૫,૦૦૦/-
ગુનાનુ સ્થળ : સૌરભ પોલીસ ચોકીમાં, અડાજણ, સુરત
ગુનાની ટુંક વિગત : આ કામના ફરીયાદી અડાજણ વિસ્તારમાં દુકાનો ધરાવી ધંધો કરે છે. તે બાબતે ફરિયાદી વિરુધ્ધમાં પાર્કિંગની અરજી આવેલ જે અરજીની તપાસ આ કામના આરોપી કરતા હોય જે તપાસમાં ફરિયાદી વિરુધ્ધમાં ૨૮૩ મુજબની એફ.આર.આઇ. દાખલ નહી કરવાના અવેજ પેટે આરોપીએ ફરિયાદી પાસે રૂ.૫૦૦૦/- લાંચની માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદીશ્રી આપવા માંગતા ન હોય, એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે આઘારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરેલ જે દરમ્યાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચિત કરી લાંચની રકમ સ્વિકારી સ્થળ પર પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.
ટ્રેપીંગ અધિકારી : સુ.શ્રી. એસ.એચ.ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર, સુરત શહેર એ.સી.બી પો.સ્ટે., સુરત તથા એ.સી.બી. સ્ટાફ
સુપર વિઝન અધિકારી શ્રી આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત