આરોગ્ય
પલસાણાના બલેશ્વર ગામમાં શંકાસ્પદ ટી.બી. કેસ શોધખોળ ACF સર્વેલન્સની ટીમે(એક્ટીવ કેસ ફાઇન્ડીંગ) કામગીરી નિરીક્ષણ કર્યું
સુરતઃગુરૂવારઃ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કણાવના બલેશ્વર ગામ ખાતે શંકાસ્પદ ટી.બી. કેસ શોધખોળ ACF સર્વેલન્સ (એક્ટીવ કેસ ફાઇન્ડીંગ)ની કામગીરી કરવામાં આવી હતી. જે કામગીરીનું સુરત જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો.દિનેશ વસાવા અને પલસાણા તાલુકા હેલ્થ ઓફીસરશ્રી ડો.મધુકુમાર દ્વારા સઘન મોનીટરીંગ અને નિરિક્ષણ કરાયું હતું. કર્મચારીઓને કામગીરી બાબતે જરૂરી સુચનો પણ આપવામાં આવી હતી. વધુમાં વધુ શંકાસ્પદ ટી.બી. કેસ શોધી સ્પુટમ અને એક્સ-રે કરાવવા સુચન કરવામાં આવ્યું હતું.