એન્ટરટેઇનમેન્ટ

“ચંદુ ચેમ્પિયન”ના પ્રમોશન અર્થે અમદાવાદ આવેલ અભિનેતા કાર્તિક આર્યને ગુજરાતી થાળીનો આનંદ માણ્યો

હિન્દી ફિલ્મોમાં અવનવી ભૂમિકાઓ ભજવવા માટે જાણીતા કાર્તિક આર્યન હાલમાં  તેમની આગામી ફિલ્મ ચંદુ ચેમ્પિયનના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેમની અમદાવાદની તાજેતરની મુલાકાત દરમિયાન તેમણે અમદાવાદના લોકલ ફૂડનો આનંદ માણ્યો. તેમણે અમદાવાદમાં ગુજરાતી ફૂડ માટે પ્રખ્યાત એવા પકવાન ડાઈનીંગ હોલની મુલાકાત લીધી હતી અને જૂદી જૂદી ગુજરાતી વાનગીઓનો સ્વાદ માણ્યો હતો.

આ અંગે પકવાન ડાઈનિંગ હોલના ઓનર્સ અજય પુરોહિત અને સંજય પુરોહિત એ જણાવ્યું હતું કે, “કાર્તિક આર્યન જેવાં પ્રતિભાશાળી કલાકાર અમારા પકવાન ડાઇનિંગ હોલ આવ્યા એ અમારા માટે ઘણી જ ગર્વની વાત છે. તેમને અમારુઁ ફૂડ ઘણું જ પસંદ આવ્યું હતું. ગુજરાતી ફૂડનો આનંદ માણતા તેમનો વિડીયો ઘણાં પ્રશંશકો એ વખાણ્યો હતો.”

અભિનેતા તેમની ટીમ સાથે પ્રખ્યાત પકવાન ડાઇનિંગ હોલમાં ગયા, જેના અમદાવાદમાં બે આઉટલેટ છે. આ સ્થળ 10થી વધુ વાનગીઓ સાથે સંપૂર્ણ સુવિધાયુક્ત થાળી પીરસવા માટે જાણીતું છે. મીઠાઈઓથી લઈને મસાલેદાર વસ્તુઓ સુધી, કાર્તિક આર્યનને તેમની ટીમે ગુજરાતી વાનગીઓની ભરપૂર પ્રશંશા કરી.

કાર્તિક આર્યનની ટીમે પકવાન ડાઇનિંગ હોલમાં જે  થાળીનો ઓર્ડર આપ્યો તેમાં સ્ટીમ રાઈસ, ચટણી, ફરસાણ, મીઠાઈ, અથાણું, આઈસ્ક્રીમ, કઢી, દાળ, હલવો, રોટલી, પુરી, ચાર અલગ-અલગ પ્રકારની સબઝી અને વેલકમ ડ્રિંક હતા. આ દરમિયાન કાર્તિક આર્યને એક ફોટો પણ શેર કર્યો હતો જેમાં લખ્યું હતું, “ચેમ્પિયન ગુજરાત”.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button