સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ઓફિસર્સ એસોસિએશન અમદાવાદ સર્કલ દ્વારા 24 મી ત્રિવાર્ષીક સાધારણ સભા નું અમદાવાદ ખાતે ભવ્ય આયોજન

- સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ઓફિસર્સ એસોસિએશન અમદાવાદ સર્કલ દ્વારા 24 મી ત્રિવાર્ષીક સાધારણ સભા નું અમદાવાદ ખાતે ભવ્ય આયોજન
તારીખ 8 જૂન 2024 ને શનિવારે સરદાર પટેલ સ્મારક ભવન, શાહીબાગ ખાતે એસબીઆઈ ઓફિસર્સ એસોસિએશન અમદાવાદ સર્કલ ની 24 મી ત્રિવાર્ષીક સાધારણ સભા નું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સમગ્ર ગુજરાત માંથી આશરે 1200 થી વધુ ઓફિસરો એ ભાગ લીધો હતો. સભા ના મુખ્ય અતિથિ તરીકે શ્રી ક્ષિતિજ મોહન ચીફ જનરલ મેનેજર અમદાવાદ સર્કલ તથા શ્રી ગોપાલ ઝા, જનરલ મેનેજર નેટવર્ક 3 તથા શ્રી વિક્રમ ઝા, મંડલ વિકાસ અધિકારી વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમતી નીરજા ગુપ્તા, વાઇસ ચાન્સેલર ગુજરાત યુનિવર્સીટી ઉદ્દઘાટક સ્વરૂપે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી રૂપમ રોય, પ્રમુખ તથા શ્રી દિપક શર્મા જનરલ સેક્રેટરી ઓલ ઇન્ડિયા સ્ટેટ બેન્ક ઓફિસર્સ ફેડરેશન પણ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ભારત દેશ ના અન્ય તમામ સર્કલ માંથી પ્રમુખ તથા જનરલ સેક્રેટરી હાજર રહ્યા હતા. આ સમગ્ર આયોજન એસબીઆઈ ઓફિસર્સ એસોસિએશન અમદાવાદ સર્કલ ના જનરલ સેક્રેટરી શ્રી રંજન કરણ, પ્રેસિડન્ટ શ્રી નિલેશ રાડિયા અને તેમની સમગ્ર ટિમ દ્વારા કરવામાં આવ્યું હતું.