ગુજરાત

શિનોરના ભૂતેશ્વર મહાદેવ મંદિરમાં તોડફોડ: ટીખળખોરે નંદીજીને ઉખાડ્યા, કાચબાનું મોં તોડ્યું; સમગ્ર પંથકમાં ભારે રોષ

શિનોરના ભૂતેશ્વર મહાદેવ મંદિરમાં તોડફોડ: ટીખળખોરે નંદીજીને ઉખાડ્યા, કાચબાનું મોં તોડ્યું; સમગ્ર પંથકમાં ભારે રોષ

 ગામની શાંતિ ડહોળવાનો પ્રયાસ: હિન્દુ સંગઠનો અને સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મામલતદારને કડક કાર્યવાહી માટે આવેદનપત્ર

શિનોર:શિનોર પોલીસ સ્ટેશનની આગળ, નર્મદા નદીના મર્દાબાળી ઓવરા પાસે આવેલા ઐતિહાસિક ભૂતેશ્વર મહાદેવ મંદિરમાં ગત તા. 25 મેના રોજ અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરી આસ્થાને ઠેસ પહોંચાડવાનો શરમજનક બનાવ સામે આવ્યો છે. હાલ આ જર્જરિત મંદિરનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે, ત્યારે ગઈકાલે બપોર બાદ કામ બંધ હોવાનો લાભ ઉઠાવી વિકૃત માનસિકતા ધરાવતા તત્વોએ મંદિરમાં બિરાજમાન નંદીજીને ઉખાડી નાખ્યા હતા અને કાચબાનું મોં તોડીને મંદિરના પટાંગણમાં ફેંકી દીધું હતું. આ ઉપરાંત મંદિરના કામ માટે બાંધેલા વાંસના બમ્બુ અને વીજ વાયરો પણ તોડી નાખી ભારે નુકસાન પહોંચાડ્યું હતું.

વાયુવેગે વાત ફેલાતા લોકટોળા ઉમટ્યા, પોલીસ કાફલો ઘટનાસ્થળે

​મોડી સાંજે આ ઘટનાની જાણ ગામના યુવાનો અને રહીશોને થતાં સમગ્ર શિનોરમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. મંદિરે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને જોતાં સ્થાનિક પોલીસ સહિત મોડી રાત્રે ડભોઇથી ડીવાયએસપી આકાશ પટેલ, LCB અને SOGની ટીમો પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના યુવાનોની રજૂઆત બાદ પોલીસે આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

‘હર હર મહાદેવ’ના નારા સાથે મામલતદારને અપાયું આવેદનપત્ર

​આજરોજ તા. 26 મેના રોજ સવારે 11 કલાકે સમસ્ત હિન્દુ સમાજ, બજરંગદળ, વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગાવાહિની શિનોરના કાર્યકરો મોટી સંખ્યામાં મામલતદાર કચેરીએ એકઠા થયા હતા. “જય શ્રી રામ” અને “હર હર મહાદેવ”ના ગગનભેદી નારાઓ સાથે મામલતદાર મુકેશભાઈ બારીયાને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button