વ્યાપાર

અદાણી પોર્ટ મુંદ્રાએ ઓપરેશન્સ અને લોજીસ્ટિક્સમાં સિમાચિહ્નો હાંસલ કર્યા

અભૂતપૂર્વ સિદ્ધિઓ સાથે પોર્ટ્સનું અદભૂત પ્રદર્શન

* એક ક્વાટરમાં 51.2 MMT કાર્ગો હેન્ડલ કરનાર દેશનું પ્રથમ પોર્ટ.
* એક જ દિવસમાં 45 જહાજોનું સંચાલન કરીને નેશનલ રેકોર્ડ બનાવ્યો.

અમદાવાદ : અદાણી પોર્ટ મુન્દ્રા અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરી રહ્યું છે. જૂન 2024માં કંપનીએ વિવિધ વિક્રમોની વણજાર સર્જી છે. કાર્ગો હેન્ડલિંગ, કન્ટેનર રેક હેન્ડલીંગ, અને મરીન ઓપરેશન્સમાં અભૂતપૂર્વ સીમાચિહ્નો હાંસલ કરનાર મુંદ્રા પોર્ટ ભારતનું એકમાત્ર પોર્ટ બની ગયું છે.
સૌથી વધુ કન્ટેનર રેકનું હેન્ડલીંગ: જૂન 2024માં અદાણી પોર્ટ્સ મુન્દ્રાએ સૌથી વધુ 1,594 કન્ટેનર ટ્રેન (1.68 લાખ કન્ટેનર) હેન્ડલ કરીને અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. આ અસાધારણ કામગીરીમાં કુલ 33 ટ્રેનો દ્વારા સંચાલિત 3,954 TEUs સાથે એક જ દિવસમાં સૌથી વધુ સંખ્યામાં આઉટવર્ડ (આયાત) TEU નું હેન્ડલિંગ પણ સામેલ છે.
કાર્ગો હેન્ડલિંગમાં નવો બેન્ચમાર્ક: મુંદ્રા પોર્ટે FY25 ના Q1 માં 51.2 મિલિયન મેટ્રિક ટન (MMT) ઐતિહાસિક કાર્ગો હેન્ડલિંગ કરી નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે. ભારતમાં એક ક્વાટરમાં આટલો કાર્ગો હેન્ડલ કરનાર પ્રથમ પોર્ટ. તે દેશના લોજિસ્ટિક્સ અને વેપાર ક્ષેત્રોમાં મુન્દ્રા પોર્ટની મુખ્ય ભૂમિકા દર્શાવે છે.
મહત્તમ જહાજોનું સંચાલનનો રેકોર્ડ: અદાણી પોર્ટ્સની મરીન ટીમે એક જ દિવસમાં 45 જહાજોનું સંચાલન કરીને એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. મુંદ્રા પોર્ટ દ્વારા એક જ દિવસમાં હેન્ડલ કરાયેલા જહાજોની આ સૌથી વધુ સંખ્યા છે. પોર્ટના મરીન ઓપરેન્શે અગાઉ 17-18 ડિસેમ્બર, 2023ના રોજ 43 જહાજ હેન્ડલિંગનો વિક્રમ સર્જ્યો હતો. 24-કલાકના સમયગાળામાં બંદરે જટિલ દરિયાઈ કામગીરીનું સુરક્ષિત સંકલન કરી કાર્યક્ષમતાને ઉજાગર કરી છે.
APSEZ ના પ્રવક્તાએ આ સીમાચિહ્નો હાંસલ કરવા અંગે જણાવ્યું હતું કે “આ સિદ્ધિઓ અમારી ટીમના અવિરત સમર્પણ, નવીન અભિગમ અને પોર્ટ ઓપરેશનમાં નવા માપદંડો સ્થાપિત કરવાની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. ભારતની લોજિસ્ટિક્સ ક્ષમતાઓમાં નોંધપાત્ર યોગદાન આપવા બદલ અમને ગર્વ છે. અમારા તમામ પ્રયાસોમાં વૃદ્ધિ અને શ્રેષ્ઠતા બરકરાર રાખવા અમે પ્રતિબદ્ધ છીએ.”
ભારતની સૌથી મોટી પોર્ટ ઓપરેટર કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) વ્યૂહાત્મક પહેલ, અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓપરેશનલ એક્સેલન્સમાં ઉદ્યોગનું નેતૃત્વ કરી રહી છે. બ્લૂમબર્ગમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, અદાણી ગ્રુપ વિયેતનામમાં ચોથું આંતરરાષ્ટ્રીય પોર્ટ બનાવશે. અગાઉ કંપનીએ ઇઝરાયેલમાં હાઇફા, શ્રીલંકાના કોલંબો અને તાન્ઝાનિયાના દાર એ સલામમાં પોર્ટ મેળવ્યા છે. વિદેશમાં અદાણી પોર્ટના વધતા નેટવર્કથી ભારતની આસપાસ વ્યાપાર માળખું વિકસાવવામાં વધુ મદદ મળશે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button