અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ 2024નું સફળતાપૂર્વક સમાપન
અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલની 9મી એડિશન 5 અને 6 ઓક્ટોબર 2024ના રોજ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન, થલતેજ ટેકરા, અમદાવાદ ખાતે સફળતાપૂર્વક યોજાઈ હતી. આ ફેસ્ટિવલના ફાઉન્ડર ડિરેક્ટર ઉમાશંકર યાદવ છે. આ ફેસ્ટિવલ બે દિવસ દરમિયાન ઘણાં બધા સેશન્સ યોજાયા.
કાર્યક્રમની શરૂઆત રચના યાદવના કથક પરફોર્મન્સથી થઈ હતી. પ્રથમ સેશનમાં સ્ક્રીનરાઇટર અને લિરિસિસ્ટ નિરેન ભટ્ટ ઉપસ્થિત થયા હતા, જેમણે ઉમાશંકર યાદવ અને નૈષધ પુરાની સાથે કન્ટેન્ટના સબ્જેક્ટ પર ચર્ચા કરી હતી.ત્યારબાદ લિટરેચર, બુક લોન્ચ વગેરે કાર્યક્રમો પણ આવરી લેવામાં આવ્યાં હતા. મનોજ અગ્રવાલ, આઈએએસ તથા ઉમાશંકર યાદવ એ દિવંગત ડૉ. એસ.કે. નંદા IAS ને તેમની યાદમાં વિશેષ સેશનનું આયોજન કરીને શ્રદ્ધાંજલિ આપીને વારસાને ચાલુ રાખવા પર પણ ભાર મૂક્યો હતો.
ફેસ્ટિવલના બીજા દિવસે ઓડિશી નૃત્ય પરફોર્મ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, ગૌતમ વેગડા, ડૉ. સોનાલી પટ્ટનાયક, મૈત્રીદેવી સિસોદિયા, મુકુલ કુમાર અને સુરભી થાનકીનું પોએટ્રી પર સેશન યોજાયુ હતું. નવી સ્થાપિત SERENE FILMS તેમની આગામી ગુજરાતી અને હિન્દી શોર્ટ ફિલ્મોના પોસ્ટર લોન્ચ કરાયું હતું. સેરેન પબ્લિશર્સ દ્વારા આયોજિત એક વિશિષ્ટ સત્રમાં, લેખકો શ્રદ્ધા રામાણી, કુમુદ વર્મા, મૈત્રીદેવી સિસોદિયા, લીના ખેરિયા, ખુશી માસ્ટર અને અનાયા સિંઘીના પુસ્તકોની ચર્ચા અને વિખ્યાત વ્યક્તિઓ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. અન્ય સેશન્સમાં તાંઝાનિયા, હંગેરી, બાંગ્લાદેશ, મોરેશિયસ અને ભારતના યુવાનો સાહિત્ય અને ભવિષ્ય વિશે ચર્ચા કરી હતી.
ફેસ્ટિવલના ઇનોગ્રેશનમાં ડાયરેક્ટર ઉમાશંકર યાદવે સાહિત્યના ટ્રાન્સ્ફોર્મેટિવ પાવરપર ભાર મૂક્યો હતો. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે દર વખતે આ લિટરેચર ફેસ્ટિવલ એક વિશિષ્ટ થીમ સાથે ચર્ચા કરવા, વિચારવા અને તેની રચનાનું વિઘટન કરવા માટે આવે છે. આ વર્ષે લિટરેચર સામાજિક વિકાસમાં તેની ભૂમિકા કેવી રીતે ભજવે છે તે વિષય હતો અને લગભગ દરેક સત્રમાં તેની ચર્ચા કરવામાં આવી હતી. થીમને ફોકસમાં રાખીને સેશન્સની રચના કરવામાં આવી હતી. સેશન દરમિયાન મોટી સંખ્યમાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા. ક્લોઝિંગ સેશન મોડેલ, અભિનેતા, ગાયક અને લેખક કરણ ઓબેરોય દ્વારા હતું, જેમણે તેમના પુસ્તક અને લેખન અને ફિલ્મ નિર્માણ સાથે સંબંધિત અન્ય વિષયો વિશેની સમજદાર ચર્ચાઓ સાથે મેસ્પરાઇઝિંગ પર્ફોર્મન્સ દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ક્લોઝિંગ સેરેમનીમાં ફેસ્ટિવલ ડાયરેક્ટરે તમામ હોદ્દેદારોનો આભાર માન્યો હતો અને ઘોષણા કરી હતી કે આવતા વર્ષે તે માઇલસ્ટોન 10મી એડિશન હશે અને તેનું આયોજન ખૂબ જ વિશિષ્ટ રીતે કરવામાં આવશે.
જાણીતા સ્ક્રીન રાઇટર અને લિરિસિસ્ટ નિરેન ભટ્ટ, કવિ અને ડિપ્લોમેટ અભય કે., લિરિસિસ્ટ ડૉ. સાગર, એજ્યુપ્રિનર અને રાઇટર ડૉ. મંજુલા પૂજા શ્રોફ, લિરિસિસ્ટ ડૉ. સાગર, માઈથોલોજીકલ રાઇટર કવિતા કાણે, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા, કવિ અને નવલકથાકાર મુકુલ કુમાર, હિન્દી બ્લોગર, રાઇટર અને બ્યુરોક્રેટ કૃષ્ણ કુમાર યાદવ, ડૉ.ઉપેન્દ્રનાથ રૈના, ડૉ હીરા લાલ IAS, અજય ચૌધરી IPS, નૈષધ પુરાણી અને અન્ય સહીત ઘણાં વક્તાઓ આ બે દિવસ દરમિયાન ઉપસ્થિત રહ્યા. હિન્દી અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના કલાકારો કરણ ઓબેરોય, વિશાલ યાદવ અને હાર્દિક શાસ્ત્રી તેમના કામ, ફિલ્મો અને વિવિધ શૈલીઓ અને માધ્યમો વિશે વાત કરી હતી.