જી-૨૦ આપત્તિ વ્યવસ્થાપન વર્કિંગ ગ્રુપની બેઠક અંતર્ગત ભુજ સ્મૃતિવનની મુલાકાત માટે પધારેલા વિદેશી ડેલિગેટ્સનું એરપોર્ટ તથા સ્મૃતિ વન ખાતે પરંપરાગત સ્વાગત કરાયું
જી-૨૦ આપત્તિ વ્યવસ્થાપન વર્કિંગ ગ્રુપની બેઠક અંતર્ગત ભુજ સ્મૃતિવનની મુલાકાત માટે પધારેલા વિદેશી ડેલિગેટ્સનું એરપોર્ટ તથા સ્મૃતિ વન ખાતે પરંપરાગત સ્વાગત કરાયું
જી-૨૦ ડેલિગેટ્સનું કચ્છી શાલ પહેરાવીને તેમજ કચ્છી લોકવાદ્યના સંગાથે સ્વાગત કરાયું
ભુજ, શનિવાર :
ભુજ સ્મૃતિવનની મુલાકાત અનુંસધાને જી-૨૦ સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિશ્રીઓ તેમજ સહભાગીઓ ભુજ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. એરપોર્ટ ખાતે પધારેલા આપત્તિ વ્યવસ્થાપન વર્કિંગ ગ્રુપના પ્રતિનિધિશ્રીઓનું કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતી વિવિધ પ્રસ્તુતિ દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તથા કચ્છી શાલ પેહરાવીને સભ્યોનું કચ્છી પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે જોડિયા પાવા, ઘડો ઘમેલો, મંજીરા, ખંજરી વગેરે કચ્છી લોકવાદ્યો સાથે કચ્છી લોકસંસ્કૃતિની ઝાંખી દર્શાવતા લોકનૃત્યો દ્વારા સ્મૃતિ વન ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રતિનિધિશ્રીઓએ આ પળે કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતી વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તૃતિઓને ઉત્સાહભેર માણી હતી.
ભુજ એરપોર્ટ ખાતે જિલ્લા કલેકટરશ્રી દિલીપ રાણા, ભુજ પ્રાંત શ્રી અતિરાગ ચપલોત, અંજાર પ્રાંત શ્રી મેહુલ દેસાઈ સહિત અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહીને પ્રતિનિધિશ્રીઓનું સ્વાગત કર્યું હતું.
જિજ્ઞા વરસાણી