અંતિમ ટી-20માં બાંગ્લાદેશને હરાવતુ આયર્લેન્ડ
અંતિમ ટી-20માં બાંગ્લાદેશને હરાવતુ આયર્લેન્ડ
કપ્તાન સ્ટર્લિંગની ધમાકેદાર બેટિંગ, માત્ર 14 બોલમાં 64 રન ફટકાર્યા
બાંગ્લાદેશ-આયર્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી અને અંતિમ ટી-20 મેચમાં આયર્લેન્ડે સાત વિકેટે જીત હાંસલ કરી છે. બાંગ્લાદેશ 2-1થી શ્રેણી જીતવામાં સફળ જરૂર રહ્યું પરંતુ આયર્લેન્ડે ઇતિહાસ રચ્યો છે. બાંગ્લાદેશની ધરતી પર તેની આ પહેલી જીત છે.
વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડને પોતાના ઘરમાં ત્રણ ટી-20 હરાવ્યા બાદ એવું મનાય રહ્યું હતું કે બાંગ્લાદેશની ટીમ આયર્લેન્ડ વિરુદ્ધ પણ ક્લિન સ્વિપ કરશે. મેજબાન ટીમે શ્રેણીના પહેલાં બે મુકાબલા સરળતાથી જીતી લીધા હતા. જો કે અંતિમ મેચમાં આયર્લેન્ડે બાંગ્લાદેશને હરાવી દીધું હતું. ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની આખી ટીમ 19.2 ઓવરમાં 124 રને પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.
ત્યારબાદ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલા આયર્લેન્ડના કેપ્ટન પોલ સ્ટર્લિંગે ધમાકેદાર શરૂઆત અપાવી હતી. સ્ટર્લિંગે 41 બોલમાં 77 રન ઝૂડ્યા હતા જેમાં 10 ચોગ્ગા અને ચાર છગ્ગા સામેલ હતા મતલબ કે સ્ટર્લિંગે 14 બોલમાં જ 64 રન બનાવી લીધા હતા. કેપ્ટનની શ્રેષ્ઠ ઈનિંગની મદદથી આયર્લેન્ડે 14 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક સરળતાથી હાંસલ કરી લીધો હતો.