વોર્ડ -૩ ના ૩૦૦ કરોડ ના વિકાસ ના કામોને રુપીયા ના અભાવે અથવા બદ ઇરાદાપૂર્વક ભાજપ રોકતું હોય તેવા આક્ષેપ -મહેશ અણધણ

સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ સરથાણા પૂર્વ ઝોન – બી માં આવેલ ઇલેક્શન વોર્ડ નંબર ૩માં પ્રાથમિક સુવિધા અને જરૂરી વિકાસના કામો માટે છેલ્લા ચાર મહિનાથી શ્યામધામ મંદિર પાસે બ્રિજ તેમજ સરથાણા ફલાઇ-ઓવર બ્રિજના રેમ્પની ફાઈલો ના અંદાજ બનીને તે તૈયાર છે. છેલ્લા ત્રણ મહિના જેટલા સમયથી ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ નં.-૫૧ માં વિવિધ રસ્તાઓ બનાવવા માટે તેમજ શિવ પ્લાઝાથી આઉટર રિંગ રોડ ને જોડતા આઇકોનિક રોડની ફાઈલો તેમજ વાલક ભાદા કઠોદરા અને ખડસદની નવી ડ્રેનેજ લાઈનો નાખવાના ખર્ચના અંદાજો બની ગયેલા છે આ સિવાય તેમના વિસ્તારમાં આવેલ સોસાયટીઓમાં જન ભાગીદારી યોજના હેઠળ પ્રાથમિક સુવિધાઓ માટે અલગ અલગ 19 જેટલી સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટની ફાઈલો બનીને તૈયાર છે ઘણી બધી સોસાયટીઓમાં ડ્રેનેજ લાઈન નાખવાના પણ અને રોડની ફાઈલો પણ તૈયાર થઈ ગયેલી છે પરંતુ છેલ્લા બે ત્રણ મહિનાથી આ કોઈ પણ અંદાજની ફાઈલોને મંજૂર કરવામાં આવતી નથી ત્યારે મને એવું લાગે છે શાસકો દ્વારા ઇરાદાપૂર્વક ભેદભાવની નીતિ અપનાવીને આ કામોને અટકાવવામાં આવી રહ્યા હોઈ શકે અથવા તો સુરત મહાનગરપાલિકા પાસે આ વોર્ડમાં કામો કરવા માટેની ગ્રાન્ટ અથવા રૂપિયા નથી જે માટે મેયરને તત્કાલીન ધોરણે વિસ્તારના કામોના અંદાજોને મંજૂર કરવા માટે જરૂરી રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવે અને જો બદ ઇરાદાથી આ ફાઈલો રોકી હોય તો તત્કાલીન લોકોની સુખાકારી માટે આવી ભેદભાવની નીતિને દૂર કરી સમાનતા અપનાવી કામોને મંજૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે.