દેશ

પોલેન્ડ–ચેક રિપબ્લિકના યુરોપીયન સાંસ્કૃતિક પ્રવાસમાં AMNS ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભારતનું ગૌરવ વધારતું પ્રતિનિધિત્વ કર્યું

પોલેન્ડ–ચેક રિપબ્લિકના યુરોપીયન સાંસ્કૃતિક પ્રવાસમાં AMNS ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભારતનું ગૌરવ વધારતું પ્રતિનિધિત્વ કર્યું
સુરત AMNS ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી ઓ એ રંગસાગર પરફોર્મિંગ આર્ટ્સના સહયોગથી પોલેન્ડ–ચેક રિપબ્લિક યુરોપમાં ભારત નું પ્રતિનિધિત્વ 24 જૂનથી 3 જુલાઈ 2026 કર્યું. ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફેસ્ટિવલ – ચિલ્ડ્રન ઑફ માઉન્ટેન્સ એન્ડ વેલીઝમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતાં વિદ્યાર્થીઓએ એસ્ટોનિયા, સ્લોવાકિયા, બોસ્નિયા, ભારત, કાલિના (પોલેન્ડ) અને સાનોક (પોલેન્ડ)ના પ્વિદ્યાર્થી ઓ સાથે ભારતની સમૃદ્ધ લોકસાંસ્કૃતિક એટલેકે લોકનૃત્યો દ્વારા લોકો ને પ્રોત્સાહિત કર્યા આ ફેસ્ટિવલ માં વિવિધ દેશોના યુવા કલાકારોને પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા પોતાની સંસ્કૃતિને ઉજાગર કરવા માટે એક અનોખું મંચ પૂરું પાડ્યું.
AMNSISના ગ્રુપ એ વિવિધ શાળાઓ, શહેરના જાહેર ચોકો તેમજ ગ્મિના ડિડ્નિયામાં યોજાયેલા ગાલા પરફોર્મન્સમાં ગોંધળ, લેઝિયમ અને રાજસ્થાની લોકનૃત્યોની મનમોહક રજૂઆત કરીને ભારતની વૈવિધ્યસભર સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરી. લોકનૃત્યો ઉપરાંત, આ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓને વિવિધ દેશોના વિદ્યાર્થીઓ સાથે પરિચય , સાંસ્કૃતિક વિચારોનું આદાન-પ્રદાન, ભાષા , સાથે સાથે ભારત નું ભોજન કરવાનો અને આંતરરાષ્ટ્રીય અનુભવ મેળવવાનો અમૂલ્ય અવસર મળ્યો.
પ્રિન્સિપાલ શ્રીમતી સુનિતા માટૂના માર્ગદર્શન હેઠળ તેમજ રંગસાગર પરફોર્મિંગ આર્ટ્સના સ્થાપક અને નિયામક શ્રી નરેશ પટેલ, શાળાના સંયોજક શ્રીમતી રશ્મિ દિવાન અને નૃત્ય શિક્ષિકા શ્રીમતી અર્પિતા મુખર્જીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ ટુર માં વિદ્યાર્થીઓને ભારતનું ગૌરવપૂર્ણ પ્રતિનિધિત્વ કરવાની સાથે વૈશ્વિક સાંસ્કૃતિક આદાન-પ્રદાનની ભાવનાને આત્મસાત કરવાની અમૂલ્ય તક પૂરી પાડી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button