એક હરફન મોલા અલગારી ઓલરાઉડર કિશોરકુમાર
એક હરફન મોલા અલગારી ઓલરાઉડર કિશોરકુમાર
મધ્યપ્રદેશના ખંડવામા ૪ ઓગસ્ટ ૧૯૨૯ ના રોજ જન્મેલા કિશોરકુમાર પોતાના હરફનમોલા સ્વભાવ અને અવાજને કારણે દર્શકોના દિલમાં અમર સ્થાન ધરાવે છે.
આભાસકુમાર ગાંગુલી કહીશ તો તમે કદાચ નહી ઓળખો પણ કિશોરકુમાર કહીશ તો તમે તરત જ ઓળખી જશો
કિશોરકુમાર ઓલરાઉડર કલાકાર હતા.કિશોર અભિનેતા ગાયક નિર્દેશક નિર્માતા સંગીત નિર્દેશક અને એક ઉમદા વ્યકિત્વના માલિક હતા
કિશોરકુમાર એક એવા ગાયક હતા જે સ્ત્રી અને પુરુષ એમ બન્નેના અવાજમાં ગીત ગાઈ સકતા હતા ૧૯૬૨ મા આવેલી ” હાફ ટિકિટ “નું ગીત સીધી લગી દીલ પે લગી કટારીયા “ગીત કિશોરે સ્ત્રી અને પુરુષ એમ બન્ને અવાજમા ગાયું છે જે સિનેરસીકોમા ખુબ જ લોકપ્રિય બન્યું હતું
કિશોરે તેમની ફિલ્મી કારકિર્દીમા આશરે ૬૦૦ થી વધુ ફિલ્મોમા પોતાનો અવાજ આપ્યો હતો કિશોરે આપણી ગુજરાતી ભાષામાં પણ લોકપ્રિય ગીતો ગાયા છે “ચાલતો રહેજે ” ” મુંબઈની કમાણી મુંબઈમા સમાણી “જેવા ગુજરાતી ગીતો આપ્યા છે
તમને જાણીને નવાઈ લાગશે મોહમ્મદ રફીએ પણ કિશોર માટે ગીતો ગાયા છે રફી કિશોર પાસે ગીતો ગાવાના ફક્ત ૧ રૂપિયો ફી લેતા હતા.કિશોર પણ રફીની જેમ ફિલ્મલાઈનમા હોવા છતાં શરાબ અને સિગારેટને હાથ લગાડતા નહોતા .કિશોર હમેશા કહેતા કે શરાબ અને સિગારેટ ગાયક કલાકાર માટે ઝહર છે
બીજી એક ખાસ વાત એ છે કે ઋષિકેશ મુકરજી આનંદના મુખ્ય પાત્ર આનંદ માટે પહેલા કિશોરકુમારને લેવા માંગતા હતા ઋષિકેશ મુકરજી આનંદ માટે કિશોરને કરારબ્ધ કરવા કિશોરના ઘરે ગયા તો કોઈ કારણસર એમના સિક્યુરિટી ગાર્ડે ઋષિકેશ મુકરજીને અંદર જવા દીધા નહી પાછળથી આનંદનો રોલ રાજેશ ખન્નાએ નિભાવ્યો અને એક ઇતિહાસ સર્જાઈ ગયો.વિચારો આનંદના રોલમા કિશોરે કેવી કમાલ બતાવી હોત?
કીધેશોરે એક બે નહી ચાર ચાર લગ્ન કર્યા હતા પહેલા રૂમાંદેવી પછી મધુબાલા પછી યોગિતા બાલી જે હમણાં મિથુન ચક્રવતીના પત્ની છે પછી ચોથા લગ્ન લીના ચંદરાવરકર સાથે કર્યા હતા
૭૦ અને ૮૦ ના દાયકામાં કિશોરનો જમાનો હતો તે વખતે કિશોર સૌથી મોંઘા સૌથી વધુ ફી લેતા ગાયક કલાકાર હતા
કિશોરે મોટા ભાગના અભિનેતાઓને પોતાનો અવાજ આપ્યો છે અમિતાભ અને રાજેશખન્ના માટે કિશોરે ગાયેલા ગીતો આજે પણ હવામાં ગુંજે છે
ચલતે ચલતે મેરે ગીત યાદ રખના કભી અલવિદા ના કહેના ગીતમાં હમ લોટ આયેંગે તુમ યુંહી બુલાતે રહેના ગાનાર કિશોર કુમારને સમગ્ર વિશ્વમા વસતા કિશોરપ્રેમી ગીતસંગીતના ચાહકો તરફથી કોટી કોટી વંદન.