એન્ટરટેઇનમેન્ટ

ફિલ્મનું ટ્રેલર 21મી જુલાઈ અને ફિલ્મનું ગીત ‘ટેંહુક’ 27મી જુલાઈના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું જેને દર્શકોનો ખુબ જ હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.

આનંદ પંડિત અને વૈશલ શાહ નિર્મિત ફિલ્મ “ત્રણ એક્કા” નું ટ્રેલર આ વર્ષના એક ધમાકેદાર  મનોરંજનની ઝલક આપે છે

જ્યારથી આનંદ પંડિત અને વૈશલ શાહની આગામી ગુજરાતી ફિલ્મ ‘ત્રણ એક્કા’ની જાહેરાત થઈ હતી ત્યારથી, ચાહકો, તેમજ ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો રાહ જોઈ રહ્યા હતા કે યશ સોની, મલ્હાર ઠાકર અને મિત્ર ગઢવીનું જાદુઈ કોમ્બિનેશન આ વખતે શું મનોરંજન આપશે. ઉપરાંત ફિલ્મની ક્વીન્સ કિંજલ રાજપ્રિયા, એશા કંસારા અને તર્જની ભાડલા મુખ્ય ભૂમિકામાં છે. કલાકારોમાં હિતુ કનોડિયા, ચેતન દૈયા અને પ્રેમ ગઢવી પણ અગત્યની ભૂમિકામાં છે. ટૂંક સમય પહેલા રિલીઝ થયેલા ફિલ્મના ટ્રેલરથી આ ફિલ્મ માટે દર્શકોની અપેક્ષાઓ વધી ગઈ છે. આ વર્ષનું સૌથી મોટું મલ્ટી સ્ટારર પેપી ગીત ‘ટેહુંક’ લોન્ચ થઇ ગયું છે જેમાં ફિલ્મની છ સ્ટાર કાસ્ટ સામેલ છે.

આનંદ પંડિત કહે છે, “ફિલ્મની કાસ્ટ અંગેની જાહેરાતે જ જોરદાર ધૂમ મચાવી હતી. અત્યાર સુધીમાં દર્શકોને પણ વાર્તાનો ખ્યાલ આવી ગયો હશે જે ત્રણ અજાણ્યા યુવાન છોકરાઓની આસપાસ ફરે છે જે એક સરળ-મધ્યમ-વર્ગના ઘરને ગુપ્ત જુગારના અડ્ડામાં ફેરવીને પૈસા કમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફિલ્મનો પ્લોટ ખુબ જ મનોરંજક છે.”

નિર્માતા આનંદ પંડિતની “ફક્ત મહિલાઓ માટે”,” ચેહરે” અને “ડેઝ ઓફ ટફરી” પછી વૈશલ શાહના જનનોક ફિલ્મ્સ સાથે આ ચોથી ફિલ્મ છે અને તેઓ કહે છે, “અમને બંનેને પારિવારિક મનોરંજન આપતી ફિલ્મો માટે સમાન પ્રેમ છે અને અમે આ ફિલ્મ બનાવવા માટે એકસાથે ઘણો સારો સમય પસાર કર્યો.” વૈશલ શાહ વધુમાં જણાવે છે, “અમે એક સારુ અને મનોરંજક સિનેમા પાછું લાવવા માંગીએ છીએ જે સમગ્ર પરિવાર સાથે બેસીને જોઈ શકે અને અમારા પરથી જોઈ શકાય છે કે આ ફિલ્મ શુદ્ધ મનોરંજનથી ભરપૂર છે.”

આ ફિલ્મનું નિર્દેશન રાજેશ શર્મા દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 18મી ઓગસ્ટે રિલીઝ થશે.

Trailer:

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button