વિશ્વ અંગદાન દિવસે સુરતથી ડોનેટ લાઈફ દ્વારા વધુ એક અંગદાન
વિશ્વ અંગદાન દિવસે સુરતથી ડોનેટ લાઈફ દ્વારા વધુ એક અંગદાન
કમલેશભાઈદગાભાઈ પાટીલ ઉ.વ ૪૭ના પરિવારેડોનેટલાઈફનામાધ્યમથી કમલેશભાઈનાલિવર, કિડની અનેચક્ષુઓનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.
લિવર અને બંને કિડની નુંટ્રાન્સપ્લાન્ટસુરતની કિરણહોસ્પીટલમાં કરવામાં આવ્યું છે.ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા જુદાઅંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ એક હજાર પચાસ થી વધુ વ્યક્તિઓને નવુંજીવન આપવામાં સફળતા મળી છે.
ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. મૂળ નંદુરબાર મહારાષ્ટ્રના રહેવાસી અને હાલ સી-૩૬, શિવસાઈ શક્તિ સોસાયટી માધવ કોમ્પ્લેક્ષની નજીક, ડિંડોલી, સુરતખાતે રહેતા અને ઉધના ત્રણ રસ્તા પાસે ઓમ સાઈ મિસળ પાઉં સેન્ટર નામની લારી ચલાવતા કમલેશભાઈ તા. ૧૦ઓગસ્ટ ના રોજ નંદુરબાર મહારાષ્ટ્રમાં રહેતા તેમના મામાને ત્યાં દસમાંની વિધિમાં ગયાહતા. નંદુરબાર મહારાષ્ટ્રથી પરત સુરત આવતા રસ્તામાં ગાડી પરથીપડી ગયા હતા. અજાણ્યા વ્યક્તિએ તેમને તાત્કાલિક નંદુરબારમાં આવેલ સિવિલ હોસ્પીટલમાં અને ત્યારબાદ સ્મિત હોસ્પિટલમાં દાખલકર્યા.તા. ૧૧ ઓગસ્ટના રોજ તેમને વધુ સારવાર માટે કિરણ હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી, નિદાન માટે ઝ્ર્ સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. ૧૨ઓગસ્ટ ના રોજ ન્યુરોસર્જન ડા. ભૌમીક ઠાકોર, ન્યુરોફીઝીશયન ડા. હીનાફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડા. દર્શન ત્રિવેદી, મેડીકલ ડાયરેક્ટર ડા. મેહુલપંચાલેકમલેશભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા.
ડા. મેહુલ પંચાલે ડોનેટલાઈફના સ્થાપક નિલેશમાંડલેવાલાનોટેલીફોનીક સંપર્ક કરી કમલેશનાબ્રેઈનડેડ અંગેની જાણકારી આપી. ડોનેટલાઈફનીટીમે હોસ્પિટલ પહોંચી ડા. મેહુલપંચાલની સાથે રહી કમલેશભાઈના ભાઈપ્રકાશભાઈ, જમાઈસુરેશભાઈ, મામા જીતેન્દ્રભાઈ, બનેવી બાબુલાલભાઈનેઅંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી. કમલેશનાભાઈ અને પરિવારના અન્ય સભ્યોએ જણાવ્યું કે આ એક ઈશ્વરીય કાર્ય છે, મૃત્યુ પામ્યા પછી શરીર તો રાખ જ થઇ જવાનું છે, તેના કરતા અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાનાદર્દીઓને નવજીવન મળતું હોય તો તેનાથી ઉત્તમ કોઈ દાન ન હોય શકે. એમ કહી તેઓએ કમલેશભાઈના અંગદાન કરવાની સંમતી આપી.કમલેશભાઈના પરિવારમાં તેમનીમાતાજીજાબેન,પત્નીનિર્મલાબેન,ભાઈ પ્રકાશ છે. તેને એક પુત્ર અને બે પુત્રી છે. એક પુત્ર અક્ષય ઉ.વ ૧૮ ધોરણ ૧૨માં અભ્યાસ કરે છે, બે પુત્રીઓ પૈકી એક પુત્રી પુનમ ઉ.વ ૨૪ જે પરણિત છે, અને બીજી પુત્રી રોહિણીઉ.વ ૨૧ છે.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા ર્જીં્્ર્ંનો સંપર્ક કરવામાં આવ્યો. ર્જીં્્ર્ં દ્વારા કિડની અને લિવર સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવ્યા. લિવરનું દાન કિરણ હોસ્પીટલના ડા. રવિ મોહન્કા અને તેમની ટીમે, કિડનીનું દાન ડા. કલ્પેશ ગોહિલ, ડા. ધર્મેશ નામા અને તેમની ટીમે સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન કિરણ હોસ્પિટલના ડા. સંકિત શાહે સ્વીકાર્યું. ડા. કલ્પેશ ગોહિલ અને તેમની ટીમ દ્વારા, દાનમાં મેળવવામાં આવેલી બે કિડની માંથી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી, ઉ.વ. ૬૨ વ્યક્તિમાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી, ઉ.વ.૪૧ વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં કમલેશભાઈના માતા જીજાબેન, પત્ની નિર્મલાબેન, ભાઈપ્રકાશ, જમાઈ સુરેશભાઈ, મામા જીતેન્દ્રભાઈ, કમલેશભાઈના બનેવી બાબુલાલભાઈતેમજ પરિવારના અન્ય સભ્યો,ન્યુરોસર્જન ડા. ભૌમીક ઠાકોર, ન્યુરોફીઝીશયન ડા. હીનાફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડા. દર્શન ત્રિવેદી, મેડીકલ ડાયરેક્ટર ડા. મેહુલપંચાલ, ડા. ભાવિન લશ્કરી મેડિકલ ઓફિસર, ટ્રાન્સપ્લાન્ટ કા-ઓર્ડીનેટર ડા. અલ્પા પટેલ, ટ્રાન્સપ્લાન્ટ કા-ઓર્ડીનેટર આસીસ્ટન્ટ જગદીશભાઈ સિંધવ, કિરણ હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના મંત્રી રાકેશ જૈન, ટ્રસ્ટી હેમંતભાઈ દેસાઈ, સિધ્ધી શાહ,યોગેશભાઈ ઢબુવાલા, જીગ્નેશભાઈ ઘીવાલા, મોન્ટુ જીનવાલા, દક્ષેશ ખાટીવાલા, નિહીર પ્રજાપતિ, નિકસન ભટ્ટનો સહકાર સાંપડ્યો હતો. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથીડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૧૬૦ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં ૪૭૮ કિડની, ૨૦૬ લિવર, ૪૮ હૃદય, ૪૦ફેફસાં, ૮ પેન્ક્રીઆસ,૪ હાથ,૧ નાનું આતરડું અને ૩૭૫ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ ૧૦૬૪ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.