ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના ઇનોવેશન હબ ખાતે અસ્થમા ડે ઉજવાયો
ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના ઇનોવેશન હબ ખાતે અસ્થમા ડે ઉજવાયો
વલસાડ : ધરમપુર સ્થિત જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના ઇનોવેશન હબ ખાતે વાપીની બેયર પ્રા. લી. ના સહયોગથી તા.૨ મે ના રોજ વર્લ્ડ અસ્થમા ડેની ઉજવણી નિમિત્તે શૈક્ષણિક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વર્કશોપમાં મેન્ટર ગાયત્રી બિષ્ટએ વિદ્યાર્થીઓને અસ્થમા ૨૦૨૩ની થીમ “Asthma for all” ને ધ્યાનમાં લઈને એક્ટિવિટી કરાવી તથા અસ્થમા વિષે પ્રેઝેન્ટેશન આપી વિદ્યાર્થીઓને અસ્થમા થવાનું કારણ અને એની અસર ફેફસાંના કયા ભાગમાં થાય એ જણાવ્યું હતું. વધુમાં, એમણે વિદ્યાર્થીઓને અસ્થમાનાં નિવારણ અને એમાં ઉપયોગમાં લેવાતી દવાઓ વિષે પણ માહિતી આપી હતી. મેન્ટર દ્વારા ફેફસાંનું મોડેલ દ્વારા વિદ્યાર્થીઓને શ્વાસ-ઉછ્વાસની ક્રિયા વિષે જ્ઞાન આપ્યું હતું. ત્યારબાદ, તેઓને અસ્થમા રોગનાં તાત્કાલિક નિવારણ માટેની માહિતી આપતી ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી હતી.