Uncategorized

રાષ્ટ્રીય કક્ષાની ટેકફેસ્ટ LAKSHYA 2K23માં ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના ઇનોવેશન હબની ટીમ રોબો રેસમાં વિજેતા

  • રાષ્ટ્રીય કક્ષાની ટેકફેસ્ટ LAKSHYA 2K23માં ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના ઇનોવેશન હબની ટીમ રોબો રેસમાં વિજેતા
  •  ૮ ટીમે ભાગ લીધો હતો, વલસાડની ટીમે વાયરલેસ મોબાઈલ ઓપરેટેડ WIFI રોબોટિક કાર તૈયાર કરી હતી
    વલસાડ : અમદાવાદની એલ ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ ખાતે તા. ૨૭ એપ્રિલના રોજ યોજાયેલી નેશનલ લેવલની ટેકફેસ્ટ LAKSHYA 2K23માં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતની વિવિધ કોલેજોના સ્પર્ધકોએ પોતાના રોબોટ બનાવી સ્પર્ધામાં ઉતાર્યા હતા.જેમાં વલસાડની સરકારી પોલિટેકનિકના વિદ્યાર્થીઓ જે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુરના ઇનોવેશન હબના સભ્ય પણ છે તેઓએ પણ પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યા હતા. પહેલા દિવસે એલિમિનેશન રાઉન્ડ થયો હતો. જેમાં કુલ ૮ ટીમે ભાગ લીધો હતો અને તેમાંથી ૪ ટીમ ફાઇનલ રાઉન્ડ માટે સિલેક્ટ થઈ હતી. જેમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના વિદ્યાર્થીઓ સફળ થયા હતા.
    ફાઇનલ રાઉન્ડમાં ઇનોવેશન હબના મેન્ટર રાહુલ શાહ અને ગાયત્રી બિષ્ટના માર્ગદર્શન હેઠળ તેમના વિદ્યાર્થીઓ વૈભવ થોરાટની ટીમ અને ક્રિષ્નાસિંહ અને ક્રિશ પટેલ ટીમ રોબો રેસ સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી વિજેતા થઇ હતી. તેઓએ રોબોટની ડિઝાઈન બનાવી વિવિધ સેન્સર્સ, મોટરર્સ અને કન્ટ્રોલર્સનો ઉપયોગ કરી વાયરલેસ મોબાઈલ ઓપરેટેડ WIFI રોબોટિક કાર તૈયાર કરી હતી. સ્પર્ધાના અંતે વિજેતા ટીમને ઈનામ, પ્રમાણપત્ર અને સ્મૃતિ ચિન્હ આપવામાં આવ્યું હતું. જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ઇનોવેશન હબ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને રોબોટ અને ટેક્નોલોજી વિશે માહિતી અને ટ્રેનિંગ આપે છે અને તેમનામાં રહેલી ક્ષમતાને ઉજાગર કરે છે. તેની સાથે જ ઇનોવેશન હબ બાળકોને આવી નેશનલ અને ઇન્ટરનેશનલ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી માર્ગદર્શન પુરુ પાડે છે. વેકેશન દરમ્યાન વિવિધ વિષયો પર કેમ્પનું આયોજન પણ કરવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button