- કેશ કરતાં વધુ ઉપયોગી થઈ શકે તેવું “ફૂડ કાર્ડ”
- મેડિકલ સ્ટોર, પ્રોવિઝન સ્ટોર તથા ફૂડ સ્ટોર પર ઉપયોગ કરી શકાશે
અમદાવાદ: અવ્વલ ફાઉન્ડેશન હંમેશાથી જ આર્થિક રીતે વંચિત લોકો, વૃદ્ધ નિઃસહાય લોકો, ગરીબ બાળકોના ભણતર, તીર્થ યાત્રા અને સામુહિક વિવાહ માટેની વિવિધ પ્રવૃત્તિઓ કરીને સમાજના હિતના માટેના કાર્યો કરતું આવ્યું છે. મેનેજીંગ ટ્રસ્ટી શ્રી અભિસાર કલાલના નેતૃત્વ હેઠળ અવ્વલ ફાઉન્ડેશન હવે એક નવી પહેલ કરી રહ્યું છે. આર્થિક રીતે વંચિત લોકો અને ભીખ માનતા લોકોને વાસી ખોરાક ખાવો ના પડે અને તેમને કેશ કરતાં વધુ ઉપયોગી થઈ શકે તેવું “ફૂડ કાર્ડ” લોન્ચ કર્યું છે.
આ ફૂડ કાર્ડ ખાસ કરીને “ગરીબ લોકો” માટે બનાવવામાં આવ્યું છે. આ કાર્ડનો ઉપયોગ તેઓ મેડિકલ સ્ટોર, પ્રોવિઝન સ્ટોર તથા ફૂડ સ્ટોર પર કરી શકશે. આ માટે અવ્વલ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં વિવિધ વિસ્તારોને આવરી લેતાં 3200 જેટલી દુકાનો સાથે વાત કરીને તેમનો કયૂઆર કોડ સ્ટીકર મૂકવામાં આવ્યું છે, કે જેનાથી જે-તે વ્યક્તિ જે-તે દૂકાનમાં જઈને પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ લઈ શકે.
ગરીબ લોકોમાં આ માટે અવેરનેસ લાવવા પણ અવ્વલ ફાઉન્ડેશન કામ કરી રહ્યું છે. વિવિધ વિસ્તારોમાં જઈને તેમને કાર્ડ વિશે સમજ આપી રહ્યાં છે. ડોનર ક્યુઆર કોડ સ્કેન કરીને અવ્વલ ફાઉન્ડેશનને નાણાં ટ્રાન્સફર કરી શકે છે અને અવ્વલ ફાઉન્ડેશન કાર્ડધારક આર્થિક રીતે વંચિત વ્યક્તિના એકાઉન્ટમાં તે નાણાં પહોંચાડી શકે છે. આનાથી તે લોકોમાં પણ કાંઈક નવું શીખવાનું સમજ વિકસે છે.
અવ્વલ ફૂડ કાર્ડ ચેરિટીમાંથી સશક્તિકરણ તરફના મૂળભૂત પરિવર્તનનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ કમ્પ્લીટ ટ્રાન્સપરન્સીમાં વિશ્વાસ રાખે છે. સમુદાયને સશક્ત બનાવવા માટે હંમેશા સમુદાયની જરૂર પડે છે.