Uncategorized

ભારતપે ગ્રુપે ભારતમાં મહિલા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે વિમેન આંત્રપ્રિન્યોરશીપ પ્લેટફોર્મ સાથે ભાગીદારી કરી

  • ભારતપે ગ્રુપે ભારતમાં મહિલા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે વિમેન આંત્રપ્રિન્યોરશીપ પ્લેટફોર્મ સાથે ભાગીદારી કરી


  • આ ભાગીદારી પીઅર સપોર્ટ, મેન્ટરશિપ, નેટવર્કિંગ ચેનલ્સ અને શીખવાના સંસાધનોની વિશાળ શ્રેણીની ઍક્સેસ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે,મહિલા ઉદ્યોગસાહસિકો માટે આ પ્રકારના પ્રથમ એગ્રીગેટર પ્લેટફોર્મના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે


નવી દિલ્હી, 2023: ફિનટેક ઉદ્યોગમાં ભારતની અગ્રણી કંપનીઓમાંની એક ભારતપેગ્રુપે આજે વિમેન આંત્રપ્રિન્યોરશિપ પ્લેટફોર્મ (ડબ્લ્યુઈપી)સાથે તેની ભાગીદારીની જાહેરાત કરી છે જેનો ઉદ્દેશ્ય સમગ્ર ભારતની મહિલા સાહસિકોને તેમની આત્મનિર્ભરતા અને વ્યવસાય વૃદ્ધિની યાત્રામાં સક્ષમ બનાવવાનો છે. આ ભાગીદારીનો હેતુ એક મજબૂત ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનો છે જે ભારતના વિવિધ ભાગોમાંથી મહિલા ઉદ્યોગસાહસિકોને એકસાથે લાવે છે અને તેમને જરૂરી ડોમેન નોલેજ તેમજ તેમના વ્યવસાયિક લક્ષ્યોને પૂર્ણ કરવા માટે જરૂરી નાણાંકીય અને તકનીકી જ્ઞાનથી સજ્જ કરે છે. મુખ્યત્વે તેના પ્રકારના પ્રથમ એગ્રીગેટર પ્લેટફોર્મના વિકાસની સુવિધા પૂરી પાડવા પર ધ્યાન આપશે જે પીઅર સપોર્ટ, મેન્ટરશિપ, નેટવર્કિંગ ચેનલો અને શીખવાની વિશાળ શ્રેણીની ઍક્સેસ આપે છે.

 

ભારતપે ગ્રૂપ દ્વારા કોર્પોરેટ સામાજિક જવાબદારીની પહેલ ‘BharatPe Cares’ હેઠળ શરૂ કરાયેલ, આ ભાગીદારી સમાવેશી,નવીન અને વિશ્વસનીય ફિનટેક સોલ્યુશન્સ દ્વારા જીવનને સશક્ત કરવાના જૂથના બ્રાન્ડ હેતુને અનુરૂપ છે. આ વિશિષ્ટ પહેલ ભારતપે કંપનીના સીએસઆર પ્રોગ્રામ પેબેક હેઠળ છે.

 

સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન મિનિસ્ટ્રી દ્વારા છઠ્ઠી આર્થિક વસ્તી ગણતરી અનુસાર, ભારતમાં કુલ ઉદ્યોગસાહસિકોમાં માત્ર 13.76% મહિલાઓનો સમાવેશ થાય છે, જે કુલ 58.5 મિલિયન ઉદ્યોગસાહસિકોમાંથી 8.05 મિલિયન છે. આ આંકડો દર્શાવે છે કે મહિલા સાહસિકોને સશક્ત બનાવવાની જરૂર છે જેથી તેઓ તેમના સપનાં પૂરા કરી શકે. આને ધ્યાનમાં રાખીને, ભાગીદારીનો હેતુ સમગ્ર ભારતમાં મહિલા ઉદ્યોગસાહસિકોને નડતી અવરોધરૂપ સમસ્યાઓને દૂર કરવાનો અને એક સમાન મંચ પૂરું પાડવાનો છે જ્યાં મહિલાઓ વિકાસ માટે સમાન તકોનો આનંદ માણી શકે.

 

આ જાહેરાત પર અંગે ભારતપેના સીએફઓ અને વચગાળાના સીઈઓ નલિન નેગીએજણાવ્યું હતું કે, “ભારત એક સ્ટાર્ટઅપ અને યુનિકોર્ન હબ હોવા છતાં, દેશમાં મહિલા સાહસિકોનો હિસ્સો હજુ પણ ઓછો છે. હું દ્રઢપણે માનું છું કે ભારતમાં મહિલાઓમાં ઉદ્યોગસાહસિકતાનું પ્રમાણ વધારવા માટે વિપુલ સંભાવનાઓ રહેલી છે. દેશમાં મહિલા ઉદ્યોગસાહસિકતાને આગળ ધપાવવા માટે WEP એક ઉત્કૃષ્ટ સંસ્થા ધરાવે છેઅને મહિલા ઉદ્યોગસાહસિકોને તેમના વ્યવસાયોના વિકાસને ઉત્પ્રેરિત કરવા સક્ષમ બનાવવાના અમારા સહિયારા વિઝન પર તેમની સાથે ભાગીદારી કરવામાં અમને ગર્વ છે.”

 

નલિન ઉમેરે છે કેસ્વદેશી ફિનટેક તરીકે, મહિલા સોલોપ્રેન્યોર અને નાના વેપારી માલિકો સાથેની અમારી નિયમિત સંલગ્નતાએ અમને તેમની નજરેનડતા પડકારોને સમજવામાં મદદ કરી છે જેમાં સૌથી મહત્વપૂર્ણ પડકારો હતા નાણાંકીય બાબતોની જાણકારીનો અભાવ, નેટવર્કિંગ ચેનલો, માર્ગદર્શકતા અને ભંડોળ ઊભુ કરવાની તકોનો અભાવ. ઉપરાંત, એક ઈન્ડસ્ટ્રી રિપોર્ટ મુજબ, ભારતમાં મહિલા ઉદ્યોગસાહસિકો 2030 સુધીમાં 150-170 મિલિયન નોકરીઓ સર્જી શકે છે,જે નોકરી-ધંધા કરતા વયજૂથની વસ્તી માટે જરૂરી નવી નોકરીઓના 25% કરતા વધુ છે. આમ, મહિલા ઉદ્યોગસાહસિકતાને ચલાવવાથી રોજગાર સર્જન દ્વારા અર્થતંત્રને વેગ મળશે અને તે ભારતને પાંચ ટ્રિલિયન અમેરિકી ડોલરના અર્થતંત્ર તરીકે બનાવવા માટે મહત્વપૂર્ણ છે. WEP સાથેની અમારી ભાગીદારીનો હેતુ હાલના અંતરને દૂર કરવા અને મહિલા સાહસિકોના વિકાસમાં મદદ કરવા માટે પ્લગ-એન્ડ-પ્લે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને સરળ બનાવવાનો છે.

આ ભાગીદારી પર ટિપ્પણી કરતા ડબ્લ્યુઈપીના મિશન ડિરેક્ટર અન્ના રોયે જણાવ્યું હતું કે, “ભારતમાં ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમ વિકાસશીલ છે પરંતુ મહિલાઓની આગેવાની હેઠળના વ્યવસાયોને હજુ પણ મોટા પાયે વ્યવસાયોને મદદ કરવા અને સામાજિક પૂર્વગ્રહોને કારણે વધુ સહાયની જરૂર છે. નેટવર્કિંગ ચેનલો અને માર્ગદર્શક તકોમાંથી બાકાત રાખવાને કારણે દેશભરની મહિલા સાહસિકોને અયોગ્ય ગેરલાભનો સામનો કરવો પડે છે. વિમેન આંત્રપ્રિન્યોરશિપ પ્લેટફોર્મ એ એક જાહેર ખાનગી પહેલ છે જેનો ઉદ્દેશ્ય ઇકોસિસ્ટમનો ભાગ છે તેવા વિવિધ હિસ્સેદારોના નેટવર્કનો લાભ લઈને મહિલા સાહસિકોને સતત સમર્થન આપવાનો છે. આનો વિચાર આને સમગ્ર બોર્ડમાં એકીકૃત રીતે જોડવાનો, માહિતીની અસમપ્રમાણતાને દૂર કરવાનો અને મહિલાઓને યોગ્ય સમયે યોગ્ય માહિતી આપીને સશક્તિકરણ કરવાનો છે. ભારતપેગ્રૂપ સાથેની ભાગીદારી સાથે, ડબ્લ્યુઈપીભાગીદાર સંગઠનોના આ વિશાળ અને વિકસતા નેટવર્કમાં અન્ય એક મહત્વપૂર્ણ હિસ્સેદારને ઉમેરે છે જે મહિલા ઉદ્યોગસાહસિકો માટે તકોને સમાન બનાવવા તેમજ પોતાના વ્યવસાયોને શરૂ કરવા માટે વધુને વધુ મહિલાઓને આગળ લાવવા માટે બંને ઉદ્યોગ સંસ્થાનોના પ્રયત્નોને જોડવામાં મદદ કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button