ગુજરાત

શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇન કો-ઓપરેટીવ બેંક ,હેડ ઓફિસ ડભોઇ ફડચામાં

શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇન કો-ઓપરેટીવ બેંક ,હેડ ઓફિસ ડભોઇ ફડચામાં

થાપણદારોના વિમાથી રક્ષિત ₹5 લાખ સુધીના બાકીદારોના ક્લેમ ફોર્મ ભરાવ્યા પછી આજે 9 માસ ઉપરાંતનો સમય થયો હોવા છતાં કોઈના નાણાં હજુ ન આવ્યા 

શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇન કો-ઓપરેટીવ બેંક ,હેડ ઓફિસ ડભોઇ ફડચામાં ગયા પછી તેનો વહીવટ ફડચા અધિકારી કરી રહ્યા છે. થાપણદારોના વિમાથી રક્ષિત ₹5 લાખ સુધીના બાકીદારોના ક્લેમ ફોર્મ ભરાવ્યા પછી આજે 9 માસ ઉપરાંતનો સમય થયો હોવા છતાં કોઈના નાણાં હજુ આવ્યા ના હોય, વહેલામાં વહેલી તકે DICGC માંથી તાત્કાલિક ક્લેમ ફોર્મ મંજૂર કરાવી થાપણદારોને નાણાં ચૂકવવાની માંગ ઉઠેલ છે.
શ્રી મહાલક્ષ્મી બેંક નો વહીવટ ફડચા અધિકારીને તારીખ 12 જાન્યુઆરી 2024 થી સોંપાયેલ છે, જેને આજે 9 માસ પૂરા થયા છે, આ ફડચા અધિકારી દ્વારા DICGC જેમાં બેંકના થાપણદારોના રૂપિયા 5 લાખ સુધી ની રકમ બેકમાં રક્ષિત હોય છે ,તે તમામ બાકીદારોના ક્લેમ ફોર્મ ભરવામાં આવ્યા હતા, પરંતુ ગમે તે કારણોસર આ નવા ક્લેમ ફોર્મ ના નાણાં આજ દિન સુધી થાપણદારોને મળ્યા નથી, અને રિઝર્વ બેન્ક દ્વારા રૂપિયા 5 લાખ સુધી આ બેંકમાં મુકેલ નાણાં સુરક્ષિત હોવાની ખાતરી આપી હતી. ફડચા અધિકારી તાત્કાલિક આ નાણાં અપાવે એવી માંગ છે.
બેંકમાં ફ્રોડ કરનાર તત્કાલીન બેંકના મેનેજર સુરેશ પટેલ ,વાઇસ મેનેજર યતીન જોશી અને એકાઉન્ટન્ટ ઉપર તારીખ 23 ઓગસ્ટ 2023 ના રોજ FIR નોંધાવેલ હતી. જે બાબતે આજ સુધી શું કાર્યવાહી થઈ તેની કોઈને જાણ નથી. હાલ થાપણદારોના નાણાં બેંકમાં સલવાય પડ્યા છે. જેથી થાપણદારોમાં રોષ વ્યાપેલ છે.
બેંકના મેનેજર દ્વારા સાધલી શાખાના લોકર ધારકોને જણાવેલ છે કે તારીખ 18 ઓક્ટોબર 2024 શુક્રવારના રોજ બેંક સમય દરમિયાન લોકર ખાલી તથા બંધ કરીને ચાવી બેન્કમાં જમા કરાવી જવી, આ છેલ્લી સુચના આપવામાં આવે છે.
શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ બેન્ક પાસે થાપણદારોને ચુકવવાની રકમ ઉપરાંત નું ભંડોળ ઉપલબ્ધ છે, તો રિઝર્વ બેન્કમાંથી મંજૂરી લઈને આ ભંડોળમાંથી થાપણદારોને તેઓના નાણાં આપવાની માંગ છે. ફડચા અધિકારી વહેલામાં વહેલી તકે થાપણદારોના નાણાં ચૂકવી આપે તેવી માંગ સાથે,લોકોમાં રોષ વ્યાપેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button