ડભોઇ સેવા સદન પાસે મુખ્ય રોડ ઉપર રખડતા ઢોરનો આતંક
ડભોઇ સેવા સદન પાસે મુખ્ય રોડ ઉપર રખડતા ઢોરનો આતંક
મુખ્ય રસ્તા ઉપર બે ઢોરનું જામ્યું યુદ્ધ
રસ્તા ઉપર જતાં રાહદારીઓમાં સર્જાયો ભયનો માહોલ
એક કલાકની ભારે જેહમત બાદ બે ઢોરને પડાયા છૂટા
રખડતા ઢોરને લઈને અનેક વખત સર્જાઈ છે અકસ્માત
નગર ટાઉનમાં ઠેરઠેર રખડતા ઢોરોનો ત્રાસ વધી જવા પામ્યો છે આ રખડતા ઢોરને પાંજરે પુરવા માટે નગરપાલિકામાં અલગ ખર્ચ માટે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે તેમ છતાં પણ આ દિશામાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી. રોડ પરથી પગપાળા અવરજવર કરતા અને વાહનચાલકો ને રખડતા ઢોર અડફેટમાં લેતાં હોય છે ના કિસ્સા વારંવાર બનતા હોય છે ત્યારે આજરોજ તાલુકા સેવાસદન તરફ જતા મુખ્ય રોડ ઉપર રખડતા ઢોરનો આંતક મુખ્ય રસ્તા પર બે ઢોરનો જામ્યું યુદ્ધ રસ્તા ઉપર પગપાળા જતા રાહદારીઓમાં સર્જાયો ભયનો માહોલ આશરે એક કલાકની ભારે જહમત બાદ બે ઢોરને છૂટા પાડ્યા હતા. રખડતા ઢોરને લઈને અનેક વખત સર્જાય છે. અકસ્માત નગરપાલિકામાં રખડતા ઢોરો અંગે અનેક ફરિયાદો થવા પામી છે છતાં પણ નગરપાલિકા વહીવટી તંત્ર ઢોર નિંદામાં પોઢી રહ્યું છે તેમ પ્રજાજનોમાં ચર્ચાઇ રહ્યું હતું.