CISF (NTPC) ના કવાસ યુનિટ ખાતે અગ્નિ શમન સેવા સપ્તાહનું સમાપન
CISF (NTPC) ના કવાસ યુનિટ ખાતે અગ્નિ શમન સેવા સપ્તાહનું સમાપન
ફાયર વિંગ દ્વારા સમગ્ર સપ્તાહ દરમિયાન આગથી બચવા અને તકેદારી રાખવા માટે જાણકારી અપાઈ
સુરત:મંગળવાર: ચોર્યાસી તાલુકાના NTPC કવાસ ફાયર સ્ટેશન ખાતે અગ્નિ શમન સેવા સપ્તાહનો સમાપન સમારોહ એનટીપીસીના વરિષ્ઠ અધિકારીઓ, તબીબી અધિકારીઓ, કર્મચારીઓ, CISF ફાયર કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોની હાજરીમાં ઉજવવામાં આવ્યો હતો. એલપીજી, કેબલ ગેલેરી, પાવર ટ્રાન્સફોર્મર અને નેપ્થા ટેન્કમાં આગને લગતી સીઆઈએસએફ યુનિટ, કેજીપીપી કવાસના ફાયર વિંગના ફાયર કર્મચારીઓ દ્વારા બચાવ કામગીરી પર ફાયર ડ્રીલ કરવામાં આવી હતી. બચાવ કામગીરી અને આગ ઓલવવી એ ફાયર ડ્રીલની વિશેષતા રહી હતી, જેમાં ફાયર ફાઇટરોએ તેમની સલામતી, હિંમત અને ટેકનિકલ કૌશલ્ય દર્શાવ્યું હતું.
આગ ઓલવવા અને કાબૂમાં લેવા માટે વપરાતી વિવિધ બ્રાન્ચ પાઈપોની કામગીરીનું નિદર્શન પણ કરાયું હતું. ઘરેલું એલપીજી સિલિન્ડરને હેન્ડલ કરવાની સરળ ટીપ્સ અપાઈ હતી. જેમાંકોઈના ઘરે દુર્ઘટના બને તો એલપીજી સિલિન્ડર સાથેના નાના અકસ્માતોનો સામનો કરી શકાય.
ફાયર સેફ્ટી વીક દરમિયાન આયોજિત વિવિધ ફાયર સેફ્ટી કાર્યક્રમો અને સ્પર્ધાઓના વિજેતાઓ અને પ્રથમ બે સ્પર્ધકોને મુખ્ય મહેમાન શ્રી ડી.કે.દુબે, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, ડેપ્યુટી કમિશનર શ્રી એસ.કે.સોનકરિયા અને અન્ય વિશેષ મહેમાનોના હસ્તે ઈનામો આપવામાં આવ્યા હતા. બાળકો, NTPC કર્મચારીઓ અને ખાસ કરીને ગૃહિણીઓ, જેમને વિજેતા અથવા પ્રથમ ત્રણ ક્રમના વિજેતા સ્પર્ધકોને પુરસ્કારો એનાયત કરાયા હતા. ફાયર સ્ટેશન પર મુલાકાતીઓ માટે ફાયર સેફ્ટી સાધનોનું પ્રદર્શન અને નાના બાળકો દ્વારા ફાયર સેફ્ટી અંગેના પોસ્ટરો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. સમગ્ર સપ્તાહ દરમિયાન ફાયર વિંગ દ્વારા આગથી બચવા અને સાવચેતી અંગે વિવિધ કાર્યક્રમો દ્વારા માહિતી આપવામાં આવી હતી