ગુજરાત

શિનોરના ₹75.75 લાખની છેતરપિંડીના કેસમાં મોટો વળાંક: પકડાયેલા પાંચ આરોપીઓને શરતી જામીન પર મુક્ત કરવાનો કોર્ટનો હુકમ

શિનોરના ₹75.75 લાખની છેતરપિંડીના કેસમાં મોટો વળાંક: પકડાયેલા પાંચ આરોપીઓને શરતી જામીન પર મુક્ત કરવાનો કોર્ટનો હુકમ
શિનોર ના ચકચારી રૂપિયા 75,75,550 ના ગુનાના પકડાયેલા પાંચ આરોપીઓને રિમાન્ડ પુરા થતાં જામીન અરજી મંજૂર કરી નામદાર કોર્ટે શરતોને આધીન જામીન પર મુક્ત કર્યા છે.
શિનોર ના સિનિયર સિટીઝનને ફોસલાવીને, ધમકાવીને ગેંગ બનાવી રૂપિયા 75,75,550 ટુકડે ટુકડે લઈ જનાર ગેંગના અગાઉ પાંચ આરોપીઓ પકડાયા હતા, ત્યારબાદ તેઓના રિમાન્ડ દરમિયાન ખુલેલા નામો પ્રમાણે બીજા પાંચ આરોપીઓને શિનોર પોલીસ પકડી લાવી હતી, જેમાં આકાશ ઉર્ફે પાવલી વસાવા, રાજપારડી, પ્રકાશ ઉર્ફે પકો વસાવા રાજપારડી, હરદીપસિંહ ઉર્ફે જગો ધરિયા પ્રાકડ ગામ, નિશાબેન રાનજી વસાવા ઉમલ્લા, લક્ષ્મીબેન ઠાકોર પટેલ ,અવિધા, તેમના રિમાન્ડ પૂરા થતાં તેઓના વિદ્વાન વકીલ આસિફ આઈ.નકુમ ,સાધલી દ્વારા જામીન અરજી રજૂ કરવામાં આવી હતી અને તેઓની દલીલો ગ્રાહ્ય રાખીને જામીન અરજી મંજૂર રાખી શરતોને આધીન પકડાયેલા પાંચ આરોપીઓને રૂપિયા 95000 ના સ્થાનિક જામીન તથા તેટલી જ રકમના જાતમુચરતા રજૂ કરેથી જામીન પર મુક્ત કરવાનો હુકમ (એમ એમ સૈયદ ) પ્રિન્સિપાલ સિવિલ જજ તથા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ શિનોર દ્વારા કરવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button