ક્રાઇમ

ગેરકાયદેસર મેફેડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સનો જથ્થા સાથે બે આરોપીઓ અને એક બાળ કિશોરને ઝડપી પાડતી ક્રાઈમ બ્રાંચ

ગેરકાયદેસર મેફેડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સનો જથ્થા સાથે બે આરોપીઓ અને એક બાળ કિશોરને ઝડપી પાડતી ક્રાઈમ બ્રાંચ

: શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા શહેરમાં નશાયુક્ત માદક પદાર્થનુ વેચાણ નેસ્તનાબુદ કરવા સારૂં ” NO DRUGS IN SURAT CITY” અભિયાન અંતર્ગત ગેરકાયદેસર ડ્રગ્સ તથા ગાંજાની હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડવા અંગે મળેલ સુચના અનુસાર અધિક પોલીસ કમિશનર ક્રાઇમના સીધા માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમબ્રાંચ, મદદનીશ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાંચની સુચના મુજબ પોલીસ ઈન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાંચનાઓની રાહબરી હેઠળ સુરત શહેરમાં ગેરકાયદેસર મેફેડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સનો વેપાર ધંધો કરતા ઇસમોને પકડી પાડવા સુચના કરવામાં આવેલ હતી જે અનુસંધાને સુરત શહેર ક્રાઈમ બ્રાંચની અલગ અલગ ટીમો શહેરના પોશ વિસ્તારો જેવા કે વેસુ,અલથાણ,ઉમરા વિગેરે વિસ્તારોમાં MD જેવા નશાકારક ડ્રગ્સનું છુટક વેંચાણ કરી યુવાનોને માદક પદાર્થોનાં રવાડે ચડાવી યુવાધનને બરબાદ કરવાની પ્રવૃત્તિ કરનાર ઈસમો ઉપર વોચ રાખી તપાસમાં હતા તે દરમ્યાન
ક્રાઇમબ્રાંચને ગત ૧૯ જુલાઈ ૨૦૨૩ ની રાત્રીના સમયે મળેલ ચોક્કસ બાતમીના આધારે સુરત શહેર વેસુ સોમેશ્વરા ચાર રસ્તાથી આગળ અભિષેક પાર્ક સી વીંગની સામે જાહેર રોડ ઉપર વોચ ગોઠવેલ જે દરમ્યાન એક ઓટો રીક્ષા શંકાસ્પદ હિલચાલ જણાતા તેને પકડી પાડી તેમાં બેસેલ બે આરોપીઓ (૧) મોહમદ ઉંમર ૬/૦ મોહમદ યુસુફ શેખ ઉ.વ.૩૮ રહેવાસી, ઘર નંબર ૨ા૨૬૨૨, રૂદરપુરા બોમ્બે કોલોની, નાડીયાવાડની બાજુમાં પ્લોટ નંબર ૨૭,હરઇ મંજીલની સામે સુરત (૨) ઉઝેર s/૦ મોહમદ ઇકબાલ શેખ ઉ.વ.૩૦ રહેવાસી ત્રીજા માળે મદીના પેલેસ, રૂદરપુરા હિન્દુ ગાર્ડન કોલોનીની પાછળ સુરત તથા બાળ કિશોર નાઓની પાસેથી ગેરકાયદેસર મેફેડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સનો જથ્થો કુલ્લે વજન ૨૦.૭૬ ગ્રામ કિંમત રૂપિયા ૨,૦૭,૬૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૫ કુલ કિંમત રૂપિયા ૨૫,૦૦૦/- તથા રોકડા રૂપિયા ૯૦૦/-તથા ઓટો રીક્ષા કિંમત રૂપિયા ૧,૦૦,૦૦૦/- અને ડ્રાયવીંગ લાયસન્સ કિંમત રૂપિયા ૦૦/૦૦ મળી કુલ્લે રૂપિયા ૩,૩૩,૫૦૦/-ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ.
ઉપરોક્ત આરોપીની પૂછપરછ કરતા આ મેફેડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સનો જથ્થો સુરત શહેરમાં
ઓટો રીક્ષામાં ફરી અલગ અલગ પોશ વિસ્તારોમાં નાની પડીકીઓ બનાવી છુટકમાં વેંચાણ કરતા હોવાની કબુલાત કરેલ છે. અને વધુ પુછપરછ હાલ ચાલુ છે,આરોપી મોહમદ ઉમર s/o મોહમદ યુસુફ શેખ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે ડીંડોલીમાં લૂંટનો ગુનો નોંધાઈ ચૂક્યો છે,
આગળની વધુ તપાસ માટે વેસુ પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button