ક્રાઇમ

કચ્છના ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત બે વ્યક્તિ રૂપિયા ૫ લાખની લાંચ લેતા ઝડપાયા

કચ્છના ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત બે વ્યક્તિ રૂપિયા ૫ લાખની લાંચ લેતા ઝડપાયા

ભચાઉના ઇન્સ્પેક્ટર એ. બી.પટેલ અને હેડ કોન્સ્ટેબલ સરતાન ભાઈ કનોલ એસીબીના સંકજા માં

વ્યાજખોર સામે ફરિયાદ કરવા ગયેલા ફરિયાદીની ફરિયાદ લેવાના બદલે લાખોની લાંચ માગી

ફરિયાદીએ ખાનગી વ્યકતીઓ પાસેથી નાણા વ્યાજે લીઘેલ જે બાદ વ્યાજની ઉઘરાણી માટે ખાનગી વ્યકતીઓ તરફથી હેરાનગતી અને કનડગત રહેતી હોય તેમની વિરુદ્ધ આ કામના ફરિયાદીએ વ્યાજખોરી વિરુદ્ધની ઝુંબેશ અન્વયે ફરિયાદ આપવા ભચાઉ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ નાઓનો સંપર્ક કરેલ . જે બાબતે આ કામના આરોપી નં(૧) પો.ઈન્સ નાઓએ ફરિયાદી ની ફરિયાદ દાખલ કરવા માટે ૫,૦૦,૦૦૦/- ની લાંચ અવેજ પેટે માંગેલ જે લાંચ ની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી. નો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે આજ રોજ લાંચના છટકાનું આયોજન કરતાં આ કામના આક્ષેપિતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી લાંચ ના નાણા પોતાના રાઈટર આરોપી નં(૨) સરતનભાઈ કણોલ નાઓને આપવાનું કહેતા આરોપી નં(૨) નાઓએ લાંચ ના નાણા રૂા.૫,૦૦,૦૦૦/- સ્વીકારી એકબીજાની મદદગારી કરી સ્થળ પર થી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી
આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. સમગ્ર ઘટનાની
ટ્રેપીંગ કરનાર અધિકારી
વી.એસ.વાઘેલા
પો.ઇન્સ. એ.સી.બી. ગાંઘીઘામ કચ્છ પૂર્વ.
સુપરવીઝન કરનાર અધિકારી કે.એચ.ગોહીલ,
મદદનીશ નિયામક,
એ.સી.બી. બોર્ડર એકમ, ભુજ. દ્વારા સફળ કામગીરી કરી હતી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button