વરાછાની પેઢીના કર્મચારી-પૂર્વ કર્મચારીએ રૂ.19 લાખના હીરા ચોર્યા, બંનેની ધરપકડ
વરાછાની પેઢીના કર્મચારી-પૂર્વ કર્મચારીએ રૂ.19 લાખના હીરા ચોર્યા, બંનેની ધરપકડ
વરાછામાં હીરાના કારખાનામાંથી થયેલા 19.27 લાખની હીરા ચોરીમાં પોલીસે ભૂતપૂર્વ કર્મી અને કર્મચારીની ધરપકડ કરી છે. મોટા વરાછા ક લિબર્ટી નાઈન ખાતે રહેતા 39 વર્ષીય નિલેશ રાધવભાઈ બલર વરાછાની અનભ જેમ્સમાં મેનેજર છે. અહીં પ્રવિણ હીરા ઝાપડા (ભરવાડ) (રહે, ભગીરથ સોસાયટી, વરાછા) નોકરી કરે છે.પ્રવિણનું કામ હીરા જમા કરાવવાનું છે. 6 મહિનાથી હીરાનું વજન ઓછુ થઇ જતુ હતુ. જેને લઇને મેનેજર નિલેશભાઇએ સીસીટીવીથી તપાસ રાખવાનું શરૂ કર્યું. જેમાં પ્રવિણ સારી ક્વોલીટીના હીરા ચોરીને ખરાબ ક્વોલીટીના હીરા મુકી દેતો હતો
પ્રવિણ પર નજર રખાતા તે ચોરી કરતો પકડાયો હતો. પુછપરછ કરતા પ્રવિણે છ મહિનાથી રૂા. 19.27 લાખની કિંમતના હીરાના ચોરી કર્યા હતા અને આ હીરા અગાઉ કામ કરતા કર્મચારી અલ્પેશ રતિ મેવાડાને આપ્યા હતા. ત્યારબાદ અલ્પેશ હીરાની માર્કેટમાં હીરા વેચી દેતો હતો અને જે રૂપિયા આવે તે સરખા ભાગે વહેંચી દેતા હતા. પોલીસે અલ્પેશ અને પ્રવિણની ધરપકડ કરીને વધુ પુછપરછ શરૂ કરી છે