વ્યાપાર

દુનિયાભરમાં નિસાન “મેડ ઇન ઇન્ડિયા” ની ધાક: નિકાસે 12 લાખનો આંકડો પાર કર્યો

દુનિયાભરમાં નિસાન “મેડ ઇન ઇન્ડિયા” ની ધાક: નિકાસે 12 લાખનો આંકડો પાર કર્યો
* નિસાન મોટર ઇન્ડિયાએ કુલ 12 લાખ કારોના નિકાસનો માઈલસ્ટોન હાંસલ કર્યો છે. નિસાન સન્ની, નિસાન કિક્સ અને નિસાન માઇક્રા ની સફળતા પર આધારિત નવાં નિસાન મેગ્નાઇટ એ નિકાસ ને નવી ઊંચાઈ પર પહોંચાડી છે.
* 12 લાખમી કાર રૂપે મેડ ઇન ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડ નવી નિસાન મેગ્નાઇટ ને જીસીસી વિસ્તાર માં નિકાસ માટે મોકલવામાં આવી.

ગુરુગ્રામ, 30 ઓક્ટોબર 2025: મોટર ઇન્ડિયાએ ભારતમાંથી 12 લાખમી કાર નિકાસ કરી મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. આ ઉપલબ્ધિ નિસાન ની ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ ફિલોસોફી પ્રત્યે નિસાન ની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. સાથે જ એએમઆઈઈઓ ક્ષેત્રમાં કંપની માટે વ્યૂહાત્મક નિકાસ કેન્દ્ર તરીકે ભારતની મહત્વપૂર્ણ ભૂમિકાની પણ પુષ્ટિ કરે છે. 12 લાખમી કારના રૂપમાં નવી નિસાન મેગ્નાઇટ બી-એસયુવી જીસીસી ક્ષેત્રમાં મોકલવામાં આવી છે. આ અવસર એ તમિલનાડુ ના કામરાજાર પોર્ટ (એન્નોર) પર નિસાન મોટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સૌરભ વત્સ એ લીલી ઝંડી દેખાડી કારને નિકાસ માટે રવાના કરી હતી.
નિકાસ શરૂ થયા પછીથી નિસાન મોટર ઇન્ડિયાએ નિસાન મેગ્નાઇટ, નિસાન સન્ની, નિસાન કિક્સ અને નિસાન માઇક્રા જેવાં વિવિધ મોડલ્સ નિકાસ કર્યાં છે. નિકાસ બજારો માં આફ્રિકા, પશ્ચિમ એશિયા, લેટિન અમેરિકા અને દક્ષિણ પૂર્વ એશિયા નો સમાવેશ છે. નવાં નિસાન મેગ્નાઇટ એ લેફ્ટ હેન્ડ ડ્રાઇવ (LHD) અને રાઇટ હેન્ડ ડ્રાઇવ (RHD) બંને બજારો માં નિકાસ દ્વારા નિસાન મોટર ઇન્ડિયાની વૈશ્વિક ઉપસ્થિતિ મજબૂત કરી છે. હાલ માં કંપની 65 દેશોમાં નિકાસ કરે છે.
આ અવસર એ નિસાન ઇન્ડિયાના મેનેજીંગ ડાયરેક્ટર શ્રી સૌરભ વત્સ એ કહ્યું, “ભારતમાંથી 12 લાખમી કાર નિકાસ કરી અમારે એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન હાંસલ કર્યો છે. આ ઉપલબ્ધિ અમારી ટીમ ના સંયુક્ત પ્રયત્ન અને ‘મેડ ઇન ઇન્ડિયા’ કારો પર વિશ્વાસ રાખતા ગ્રાહકો ના વિશ્વાસ નું પ્રતિક છે. નિસાન મેગ્નાઇટ વિશ્વ ભરમાં ડિઝાઇન, ક્વાલિટી અને ઇનોવેશન ના માપદંડ સ્થાપિત કરી રહી છે.”
ગ્લોબલ NCAP દ્વારા એડલ્ટ ઓક્યુપન્ટ પ્રોટેક્શન માં 5 સ્ટાર રેટિંગ અને ચાઇલ્ડ ઓક્યુપન્ટ પ્રોટેક્શન માં 3 સ્ટાર રેટિંગ સાથે નવી નિસાન મેગ્નાઇટ ને સૌથી સુરક્ષિત B-SUV માંની એક રૂપે માન્યતા મળી છે. બોલ્ડ ડિઝાઇન, 20 થી વધારે ફર્સ્ટ અને બેસ્ટ ઇન સેગમેન્ટ ફીચર્સ અને 55 થી વધારે સેફ્ટી ફીચર્સ સાથે મેગ્નાઇટ સતત કોમ્પેક્ટ SUV સેગમેન્ટ માં નવા માનક સ્થાપિત કરી રહી છે.
“મેડ ઇન ઇન્ડિયા” નવી નિસાન મેગ્નાઇટ ને નિસાન ની ‘વન કાર, વન વર્લ્ડ’ સ્ટ્રેટેજી અનુસાર બનાવવામાં આવી છે અને હાલ તે રાઇટ હેન્ડ અને લેફ્ટ હેન્ડ ડ્રાઇવ બંને ટાઈપ માં 65 થી વધારે દેશોમાં વેચાય છે. આ ભારત ની મેન્યુફેક્ચરિંગ એક્સલન્સ ને વિશ્વ પટલ પર પ્રદર્શન કરાવે છે. કંપની હવે નવી ગ્લોબલ C-SUV નિસાન ટેક્ટોન ની લૉન્ચ માટેની તૈયારી કરી રહી છે, જે આવતા વર્ષે ભારત માં લૉન્ચ થશે અને પસંદગીના આંતરરાષ્ટ્રીય બજારો માં નિકાસ પણ થશે.
વધુ માહિતી માટે કૃપા કરી www.nissan.in પર વિઝિટ કરો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button